Face of Nation 16-12-2021: સમગ્ર દુનિયામાં કોરોના વાયરસનો નવો વેરિએન્ટ Omicronના કેસની વધતી સંખ્યા જોતાં ભયનો માહોલ છે. આ વેરિયન્ટ અન્ય વાયરસની સરખામણીએ તેજીથી ફેલાઈ રહ્યો છે. . મહારાષ્ટ્ર અને કેરળમાં બુધવારે આ વેરિઅન્ટના 4-4 નવા દર્દી મળ્યા, તો તમિલનાડુમાં પણ એક કેસ સામે આવ્યો. દેશમાં અત્યારસુધીમાં ઓમિક્રોનના 73 કેસ આવી ચૂક્યા છે. સૌથી વધુ 32 કેસ મહારાષ્ટ્રમાં મળ્યા છે.
નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજીની રિપોર્ટ મુજબ, મહારાષ્ટ્રમાં મળેલા ચાર નવા સંક્રમિતોમાંથી 2 દર્દી ઉસ્માનાબાદ, 1 મુંબઈ અને એક બુલઢાણાનો છે. આમાંથી ત્રણ દર્દીઓનું વેક્સીનેશન થઈ ચૂક્યું છે. સંક્રમિતોમાં એક મહિલા અને 16થી 67 વર્ષના વયજૂથના ત્રણ પુરુષ છે. આ બધા દર્દી લક્ષણ વિનાના છે તો પ્રદેશમાં કોરોનાના આજે 925 નવા કેસ સામે આવ્યા છે અને 10 મૃત્યુ પણ નોંધાયા છે.
કયા રાજ્યમાં કેટલા કેસ?
મહારાષ્ટ્ર-32
રાજસ્થાન-17
દિલ્હી-6
ગુજરાત-4
કર્ણાટક-3
તેલંગણા-2
કેરળ-5
આંધ્રપ્રદેશ-1
ચંડીગઢ-1
પ બંગાળ-1
તમિલનાડુ-1
કુલ- 73
મળતી માહિતી અનુસાર, ઉસ્માનાબાદનો સંક્રમિત શારજાહથી આવ્યો હતો અને અન્ય એક દર્દી તેના સંપર્કવાળો છે. આ ઉપરાંત બુલઢાણાના વૃદ્ધ પોતાની દુબઈ યાત્રાથી પાછા આવ્યા હતા અને અન્ય એક દર્દીએ મુંબઈથી આયરલેન્ડનો પ્રવાસ કર્યો હતો. આ બધાંને હોસ્પિટલમાં આઇસોલેટ કરવામાં આવ્યા છે. સાથે જ આ દર્દીઓના નજીકના સંપર્કોની શોધ ચાલુ છે.
જણાવી દઈએ કે સમગ્ર દુનિયામાં Omicron વેરિયન્ટના કેસની વધતી સંખ્યા જોતાં ભયનો માહોલ છે. આ વેરિયન્ટ અન્ય વાયરસની સરખામણીએ તેજીથી ફેલાઈ રહ્યો છે. વૈજ્ઞાનિક આ વેરિઅન્ટ અંગે વધુમાં વધુ જાણકારી મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, તો દક્ષિણ આફ્રિકા અને યુકેના ડેટા મુજબ,આ વેરિઅન્ટ બાળકોને વધુ શિકાર બનાવી રહ્યા છે. આવનારા સમયમાં દરેક માટે ઓમિક્રોન મોટો પડકાર બનવાનો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)