Face of Nation 14-12-2021: કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો પ્રકોપ મહારાષ્ટ્રમાં સતત વધી રહ્યો છે. રાજ્યમાં આવે કોરોના વાયરસના નવા સ્વરૂપના 8 કેસ સામે આવ્યા છે. જેમાંથી 7 કેસ મુંબઈ અને એક કેસ વસઈ વિહારમાં નોંધાયો છે. સ્વાસ્થ્ય વિભાગે કહ્યું કે, પ્રાથમિક જાણકારી અનુસાર તેમાંથી કોઈ વ્યક્તિએ વિદેશ યાત્રા કરી નથી. ઓમિક્રોન વેરિએન્ટ સૌથી પહેલાં દક્ષિણ આફ્રિકામાં સામે આવ્યો હતો. હવે તે અનેક દેશોમાં પહોંચી ગયો છે. ભારતમાં અત્યાર સુધી 53 લોકો ઓમિક્રોનથી સંક્રમિત થયા છે. તેમાંથી સૌથી વધુ મહારાષ્ટ્રમાં 28 કેસ છે. 28માંથી 9 દર્દી સાજા થઈ ચુક્યા છે.
દેશમાં ઓમિક્રોનના કુલ 53 કેસ
મહારાષ્ટ્ર 28
રાજસ્થાન 9
ગુજરાત 4
કર્ણાટક 3
દિલ્હી 6
આંધ્ર પ્રદેશ 1
કેરળ 1
ચંદીગઢ 1
(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)