Home Uncategorized દિલ્લીમાં કોરોના વિસ્ફોટ, એક જ દિવસમાં ઓમિક્રોનના 10 નવા કેસ નોંધાયા

દિલ્લીમાં કોરોના વિસ્ફોટ, એક જ દિવસમાં ઓમિક્રોનના 10 નવા કેસ નોંધાયા

Face of Nation 17-12-2021: દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને શુક્રવારે કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટને લઈને બુલેટિન જાહેર કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું કે દિલ્હીમાં ઓમિક્રોનના 10 નવા  કેસ નોંધાયા છે., ત્યારબાદ રાજધાનીમાં આ વેરિઅન્ટના કુલ દર્દીઓની સંખ્યા 20 થઈ ગઈ છે. જો કે, આમાં સૌથી મોટી રાહતના સમાચાર એ છે કે કુલ 20 ઓમિક્રોન સંક્રમિતમાંથી 10 રિકલર થતાં હોસ્પિટલમાંથી  રજા આપી દેવામાં આવી છે.

ગુરુવારે દિલ્હીમાં વધુ બે ઓમિક્રોન સંક્રમિત દર્દીઓ નોંધાયા.  આ સાથે કુલ કેસની સંખ્યા 10 થઈ ગઈ છે. જેમાંથી એક દર્દીને રજા આપવામાં આવી છે. જ્યારે બાકીના નવ દર્દીઓ લોકનાયક હોસ્પિટલમાં દાખલ છે. 5 ડિસેમ્બરે રાજધાનીમાં પ્રથમ ઓમિક્રોન સંક્રમિત દર્દી મળી આવ્યો હતો. ત્યારથી, 10 દિવસમાં Omicron વેરિઅન્ટના કેસોમાં 10 ગણો વધારો થયો છે.

ગુરુવારે હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. સુરેશ કુમારે જણાવ્યું કે, અત્યાર સુધીમાં અહીં 40 થી વધુ દર્દીઓ દાખલ છે. તેથી હવે બેડની સંખ્યા પણ વધારીને 100 કરવામાં આવી છે. ઓમિક્રોનના 10માંથી બે દર્દીઓની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. દિલ્હીમાં જ સંપર્કમાં આવ્યા બાદ બંનેને ચેપ લાગ્યો હતો.

જાણવા મળ્યું છે કે, 1 થી 15 ડિસેમ્બરની વચ્ચે નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 74 લોકો કોરોનાથી સંક્રમિત જોવા મળ્યા છે. આ તમામ દર્દીઓને લોકનાયક હોસ્પિટલ અથવા મેક્સ સ્માર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં, 74માંથી 35 લોકોના જીનોમ સિક્વન્સિંગ રિપોર્ટ્સ પ્રાપ્ત થયા છે, જેમાંથી 10 લોકોને ઓમિક્રોન વેરિઅન્ટ મળી આવ્યા છે. આ પહેલા બુધવારે બે ઓમિક્રોન સંક્રમિત જોવા મળ્યા હતા.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)