Home Uncategorized ગુજરાતમાં ઓમિક્રોનનો રાફડો ફાટ્યો, જાણો ક્યાં ક્યાં કેટલા કેસ નોંધાયા?

ગુજરાતમાં ઓમિક્રોનનો રાફડો ફાટ્યો, જાણો ક્યાં ક્યાં કેટલા કેસ નોંધાયા?

Face of Nation 28-12-2021: ગુજરાતમાં ઓમિક્રોનના કેસોનો રાફડો ફાટ્યો છે. છેલ્લા બે જ દિવસમાં 28 કેસ સામે આવતાં આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. ઓમિક્રોન સાથે કોરોનાના કેસો પણ વધતાં હાહાકાર મચી ગયો છે. ગઈ કાલે 24 કેસો નોંધાયા પછી આજે બપોર સુધીમાં ઓમિક્રોનના નવા 4 કેસ સામે આવ્યા છે. જેમાં મહેસાણા, સાબરકાંઠા, પોરબંદર અને સુરતમાં એક-એક ઓમિક્રોનના કેસ નોંધાયા છે.

મહેસાણામાં જિલ્લામાં ઓમીક્રોન કોરોનાની એન્ટ્રી થઈ છે. પીલાજી ગંજ વિસ્તારમાં ઓમીક્રોન કેસ સામે આવ્યો છે. Omicron પોઝિટિવ વ્યક્તિની ટ્રાવેલ હિસ્ટ્રી આફ્રિકા હોવાનું સામે આવ્યુ છે. 5 દિવસ પહેલા જ આફ્રિકાથી યુવાન આવ્યો હતો. આરોગ્ય વિભાગે શંકાસ્પદ લાગતા હોસ્પિટલમાં આઇસિલેટ કર્યો હતો. આજે રિપોર્ટ આવતા ઓમિક્રોન પોઝિટિવ હોવાનું આવ્યું સામે. મહેસાણા શહેર માં ઓમીક્રોન કેસ થી આરોગ્ય તંત્ર દોડતું થયું. અગાઉ 3 ઓમીક્રોન વિજાપુર તાલુકામાં નોંધાયા હતા.

સાબરકાંઠા જિલ્લામાં ઓમિક્રોનની એન્ટ્રી થઈ છે. જિલ્લામાં પ્રથમ ઓમીક્રોન કેસ નોંધાયો છે. દર્દી હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઇડરના ભદ્રેસરની મહિલાને ઓમિક્રોન પોઝીટીવ આવ્યો છે. કેનેડાથી આવ્યા બાદ તેમના પતિને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. મહિલાએ ફાયઝરના રસીના બે ડોઝ લીધા છે. આરોગ્ય વિભાગ દ્વારા માહિતી એકઠી કરાઈ રહી છે. સુરતમાં 32 વર્ષીય હીરા વેપારી ઓમિક્રોન સંક્રમિત આવ્યા છે. નૈરોબીથી પોરબંદર આવેલા વૃદ્ધ પણ ઓમિક્રોન સંક્રમિત આવ્યા છે.

રાજ્યમાં ગઈ કાલે ઓમિક્રોનના 24 કેસ નોંધાયા હતા. ઓમિક્રોનના 24 કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો હતો. અમદાવાદ શહેરમાં આજે સૌથી વધુ 13 કેસ નોંધાયા છે. જેમાં 13 લોકો ઈન્ટરનેશનલ ટ્રાવેલ હિસ્ટ્રી ધારવતા હતા. 4 લોકો કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).