Home News બે નવી મુસીબત, મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના B.A.-4 અને B.A.-5 સબ વેરિયન્ટના કેસ આવ્યા...

બે નવી મુસીબત, મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના B.A.-4 અને B.A.-5 સબ વેરિયન્ટના કેસ આવ્યા સામે, પૂર્ણમાં 7 દર્દી મળ્યા તો કોરોનાના 529 કેસ નોંધાયા!

Face Of Nation 29-05-2022 : મહારાષ્ટ્રમાં ફરી એકવાર કોરોનાએ જોર પકડ્યું છે. રાજ્યમાં સતત ત્રીજા દિવસે કોરોનાના 500થી વધુ કેસ નોંધાયા છે. તો બીજીતરફ પ્રથમવખત B.A.-4 વેરિયન્ટ ચાર અને B.A.-5 વેરિયન્ટના 3 દર્દીઓ સામે આવ્યા છે. B.A. વેરિયન્ટના આ 7 દર્દીઓ પૂર્ણ શહેરમાંથી મળી આવ્યા છે. જેમાંથી 4 પુરુષો અને 3 મહિલાઓ છે. મહારાષ્ટ્રમાં કોરોનાના તમામ નિયંત્રણો હાલ પૂરતાં હટાવી દેવાયા છે. માસ્કને લઈને પણ નિયમો દૂર કરી દેવામાં આવ્યા છે. તેવામાં કોરોનાના આ વધતા કેસો અને નવા વેરિયન્ટે ફરી ચિંતા વધારી છે. શનિવારે રાજ્યમાં 529 નવા કેસ નોંધાયા, જો કે, 325 લોકો કોરોનાથી સાજા થઈ ઘરે પરત ફર્યાં હતા.
આ વેરિયન્ટની પહેલીવાર આફ્રિકામાં પુષ્ટિ થઈ
ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ-એજ્યુકેશન એન્ડ રિસર્ચ (IISER) દ્વારા કોરોનાના નવા પ્રકારની ઓળખ કરવામાં આવી છે. IBDC ફરિદાબાદે પણ આ વાતની પુષ્ટિ કરી છે. B.A.-4 અને B.A.-5 વેરિયન્ટ્સ વિશે વાત કરીએ તો, બંનેને ચિંતાના વેરિયન્ટ તરીકે ગણવામાં આવ્યા છે. આ વેરિયન્ટની પહેલીવાર એપ્રિલ મહિનામાં દક્ષિણ આફ્રિકામાં પુષ્ટિ થઈ છે. યુરોપિયન દેશોમાં, આ નવી સબવેરિયન્ટ ઝડપથી ફેલાઈ અને કેસોમાં મોટો ઉછાળો આવ્યો હતો. નિષ્ણાતો માની રહ્યા છે કે B.A.-4 અને B.A.-5 વેરિયન્ટ અગાઉના વેરિઅન્ટ કરતાં વધુ ઝડપથી ફેલાઈ શકે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).