Face of Nation 17-12-2021: આખી દુનિયાને ભરડામાં લેનાર કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો ખતરો ભારતમાં વધતો જઈ રહ્યો છે. ઓમિક્રોનના કેસ ટ્રેસ કરવા માટે એકબાજુ સરકારે સિક્વન્સિંગમાં ઝડપ કરી છે, તો બીજી તરફ, લોકોને COVIDના નિયમોને કડક રીતે પાલન કરવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે. આજે ઓમિક્રોન પર આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં આરોગ્ય મંત્રાલયે કહ્યું કે અત્યાર સુધીમાં દેશના 11 રાજ્યોમાંથી ઓમિક્રોનના 100 થી વધુ કેસ નોંધાયા છે.
સરકારે જાણકારી આપી છે કે અત્યાર સુધી 11 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઓમિક્રોનના 101 કેસ નોંધવામાં આવ્યા છે. તેની સાથે સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે ઓમિક્રોન ઝડપથી ફેલાઈ રહ્યો છે અને આપણે બિનજરૂરી બહાર ફરવાનું ટાળવું પડશે. સામૂહિક મેળાવડા અને નવા વર્ષની ઉજવણી મોટા પાયે ન કરવી જોઈએ. જ્યારે, 5 ટકાથી વધુ કોવિડ ચેપ દર ધરાવતા જિલ્લાઓમાં ઓછામાં ઓછા બે અઠવાડિયા સુધી તે પાંચ ટકાથી ઓછો ન થાય ત્યાં સુધી નિવારક પગલાંની ખાતરી કરવાની જરૂર છે.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે 19 જિલ્લામાં સાપ્તાહિત કોવિડ સંક્રમણ દર પાંચથી 10 ટકાની વચ્ચે છે. જ્યારે, 5 જિલ્લામાં આ 10 ટકાથી વધુ છે. છેલ્લાં 20 દિવસથી કોવિડ સંક્રમણના દૈનિક કેસ 10,000થી ઓછા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે અન્ય દેશોમાં વધતા કેસને જોતા સતર્ક રહેવાની જરૂર છે.
WHOના હવાલાથી સ્વાસ્થ્ય મંત્રાલયે આશંકા સેવી છે કે સંક્રમણના સામુદાયિક પ્રસાર (કમ્યુનિટી ટ્રાન્સમિશન)ની સાથે જ ઓમિક્રોન વેરિયન્ટનો ફેલાવવાનો સમય ડેલ્ટા વેરિયન્ટથી ઝડપી હશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)