Face of Nation 14-12-2021: કોરોનાના નવા વેરિએન્ટ Omicron નો ભય દુનિયાભરમાં છે. આ બધા વચ્ચે ભારતમાં Omicron ના ત્રણ નવા કેસ મળતા હડકંપ મચી ગયો છે. મહારાષ્ટ્રમાં 2 અને ગુજરાતમાં એક નવો કેસ નોંધાયો છે. આ સાથે ભારતમાં Omicron ના કેસની સંખ્યા 41 પર પહોંચી ગઈ છે.
અત્રે જણાવવાનું કે સોમવારે મહારાષ્ટ્રના લાતૂર અને પુણેમાં ઓમિક્રોનનો એક-એક કેસ નોંધાયો. ગુજરાતના સૂરતમાં પણ એક ઓમિક્રોન સંક્રમિત દર્દી મળ્યો. સમગ્ર ભારતમાં ઓમિક્રોનની સંખ્યાની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 20, રાજસ્થાનમાં 9, ગુજરાતમાં 4, કર્ણાટકમાં 3, કેરળમાં એક, આંધ્ર પ્રદેશમાં 1, દિલ્હીમાં 2 અને ચંડીગઢમાં એક કેસ છે.
COVID19 | India reports 5,784 new cases, 7,995 recoveries, & 252 deaths in the last 24 hours
Active cases: 88,993
Total recoveries: 3,41,38,763
Death toll: 4,75,888Total vaccination: 133.8 crore doses pic.twitter.com/jp8gvBI2UG
— ANI (@ANI) December 14, 2021
કોવિડના નવા વેરિએન્ટ ઓમિક્રોનથી પહેલું મોત બ્રિટનમાં થયું છે. બ્રિટનના પીએમ બોરિસ જ્હોન્સને પણ આ વાતની પુષ્ટિ કરી છે. બ્રિટનમાં Omicron ના 633 કેસ નોંધાયા છે. જેઓ સારવાર હેઠળ છે. બ્રિટનના સ્વાસ્થ્ય સચિવ સાજિદ ઝાવિદે કહ્યું કે Omicron બ્રિટનમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. લંડનમાં કોરોનાના નવા સંક્રમિત થયેલા લોકોમાં 40 ટકા ઓમિક્રોન વેરિએન્ટની ઝપેટમાં આવી રહ્યા છે.
નોંધનીય છે કે ઓમિક્રોનને લઈને ભારત પણ એકદમ સતર્ક છે. જેની ઝલક તમિલનાડુ સરકારના એક નિર્ણયમાં જોવા મળી. કોરોના સંક્રમણને કારણે તમિલનાડુ સરકારે નવા વર્ષે સમુદ્ર પર થતી બીચ પાર્ટી પર રોક લગાવી છે. 31 ડિસેમ્બર અને એક જાન્યુઆરીના રોજ સમગ્ર તમિલનાડુમાં આ પ્રતિબંધ લાગુ રહેશે. મુખ્યમંત્રી સ્ટાલિને સોમવારે તમિલનાડુમાં કોવિડ મહામારીના હાલાતની સમીક્ષા કરી. કોવિડ સંક્રમણ રોકવાના ઉપાયો હેઠળ 31 ડિસેમ્બર 2021 અને એક જાન્યુઆરી 2022ના રોજ તમિલનાડુના તમામ દરિયા કિનારા પર લોકોના જવા પર સંપૂર્ણ રોક રહેશે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 5,784 કેસ નોંધાયા છે. જ્યારે 7,995 લોકો રિકવર પણ થયા છે. એક દિવસમાં કોરોનાથી 252 લોકોના મોત થયા છે. હાલ દેશમાં 88,993 દર્દીઓ સારવાર હેઠળ છે. અત્યાર સુધીમાં 3,41,38,763 લોકો રિકવર થયા છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક 4,75,888 થયો છે. કોરોનાને માત આપવા માટે મોટા પાયે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં કોરોના રસીના 133.8 ડોઝ અપાયા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)