Home Uncategorized ઓમિક્રોનના જોખમ પર રણદીપ ગુલેરિયાની ચેતવણી, કોઈ પણ સ્થિતિ માટે તૈયાર રહો

ઓમિક્રોનના જોખમ પર રણદીપ ગુલેરિયાની ચેતવણી, કોઈ પણ સ્થિતિ માટે તૈયાર રહો

Face of Nation 20-12-2021:  કોરોનાના વધતાં કેસ અને કોરોનાનો નવો વેરિએન્ટ ઓમિક્રોનને લઇને ફરીથી લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. જ્યારે એમ્સ પ્રમુખ ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું છે કે દેશે કોઈ પણ સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ. દેશમાં ઓમિક્રોન વેરિએન્ટ સહિત કોરોનાના વધતા કેસ વચ્ચે ડો. ગુલેરિયાએ આ ચેતવણી આપી છે. ભારતમાં કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટના અત્યાર સુધીમાં 150થી વધુ કેસ નોંધાયા છે. કોરોનાનો આ વેરિએન્ટ ખુબ જ ચેપી હોવાનું કહેવાય છે. દુનિયાભરમાં આ વેરિએન્ટના કેસ વધી રહ્યા છે.

બ્રિટનમાં તો રવિવારે કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટના દસ હજાર જેટલા કેસ સામે આવ્યા છે. બ્રિટનમાં વધતા કેસનો હવાલો આપતા ડો. ગુલેરિયાએ કહ્યું કે આપણે પણ કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર રહવું પડશે. બ્રિટનમાં દરરોજ લગભગ એક લાખ કેસ સામે આવી રહ્યા છે. ડો. ગુલેરિયાએ કહ્યું કે આપણે ઓમિક્રોન પર વધુ ડેટાની જરૂર છે.

તેમણે કહ્યું કે અમેરિકા, બ્રિટન, અને અન્ય દેશોમાં કોરોનાના વધતા ગ્રાફ પર આપણે સતર્ક નજર રાખવી જોઈએ. આ એક સમજદારીવાળું પગલું હશે કે આપણે પહેલાં જ આવી કોઈ પણ સ્થિતિનો સામનો કરવા માટે પોતાને તૈયાર રાખીએ. WHOનું કહેવું છે કે ઓમિક્રોનની દુનિયામાં સૌથી પહેલા જાણ દક્ષિણ આફ્રિકામાં થઈ હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).