Home News સાવધાન!! ચંડીગઢ અને આંધ્રપ્રદેશમાં પણ નોંધાયા ઓમિક્રોન વેરિએન્ટના કેસ

સાવધાન!! ચંડીગઢ અને આંધ્રપ્રદેશમાં પણ નોંધાયા ઓમિક્રોન વેરિએન્ટના કેસ

Face of Nation 12-12-2021:  દેશમાં ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. દેશમાં અત્યાર સુધી કોરોનાના નવા વેરિએન્ટના 35 કેસની પુષ્ટિ થઈ છે. ઇટાલીથી ચંડીગઢ આવેલો એક 20 વર્ષીય યુવક ઓમિક્રોનથી સંક્રમિત મળ્યો છે. જાણકારી પ્રમાણે તે 22 નવેમ્બરે ભારત આપ્યો હતો અને તપાસમાં તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સિવાય આંધ્ર પ્રદેશમાં પણ એક વ્યક્તિ ઓમિક્રોનથી સંક્રમિત મળ્યો છે. જાણકારી પ્રમાણે તે નેધરલેન્ડથી અહીં પહોંચ્યો હતો.

ચંડીગઢ અને આંધ્ર પ્રદેશમાં ઓમિક્રોનના નવા દર્દીઓ મળ્યા બાદ દેશમાં ઓમિક્રોનથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 35 થઈ ગઈ છે. ચંડીગઢમાં જે યુવક ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત છે તેને ફાઇઝર વેક્સીનના બે ડોઝ લાગી ચુક્યા છે. ચંડીગઢના સ્વાસ્થ્ય વિભાગ અનુસાર યુવકની જીનોમ સીક્વેન્સિંગ કરવામાં આવી હતી. જેમાં તે ઓમિક્રોનથી સંક્રમિત મળી આવ્યો છે.

ચંડીગઢ, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, કર્ણાટક અને દિલ્હીમાં અત્યાર સુધી 35 કેસની પુષ્ટિ થઈ ગઈ છે. તમામ દર્દીઓમાં ઓમિક્રોન વેરિએન્ટ મળ્યો છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 17 કેસ મળ્યા છે. તો રાજસ્થાનમાં ઓમિક્રોન વેરિએન્ટના 9 કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં 3, કર્ણાટકમાં 2 કેસ સામે આવ્યા છે. દિલ્હીમાં ઓમિક્રોન વેરિએન્ટના બે કેસ સામે આવ્યા છે. ચંડીગઢ અને આંધ્ર પ્રદેશમાં એક-એક દર્દી મળ્યા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યુ હતુ કે દુનિયાભરના 59 દેશોમાં ઓમિક્રોનના કેસ સામે આવ્યા છે. ઘણા દેશોમાં તે ઝડપથી ફેલાય રહ્યો છે. ભારત સરકાર ઓમિક્રોન વેરિએન્ટને લઈને ખુબ ગંભીર જોવા મળી રહી છે. કેન્દ્ર અને રાજ્યની સરકાર લોકોને માસ્ક પહેરવા અને ખાસ સાવધાની રાખવા માટે એલર્ટ કરી રહી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).