Face of Nation 08-12-2021: દક્ષિણ આફ્રિકાથી ફેલાયેલા કોરોના વાયરસના ઓમિક્રોન વેરિએન્ટને લઈને એકબાજુ જ્યાં દહેશતનો માહોલ છે ત્યાં બીજી બાજુ વિશ્વ આરોગ્ય સંગઠનએ બાળકોમાં સંક્રમણ અંગે એક મહત્વની જાણકારી શેર કરી છે. WHO ના યુરોપ કાર્યાલયે મંગળવારે જણાવ્યું કે 5થી 14 વર્ષના બાળકોમાં સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે.
WHO યુરોપના રિજીયોનલ ડાયરેક્ટર ડો. હેન્સ ક્લૂઝે કહ્યું કે રસીકરણથી રાહત મળી છે અને ગત પીકની સરખામણીમાં મોતની સંખ્યા પણ ઘટી છે. પરંતુ તેમણે સાથે સાથે એમ પણ કહ્યું કે 53 દેશોમાં છેલ્લા બે મહિનામાં કોરોનાના કેસ અને મોતની સંખ્યા બમણી થઈ છે.
તેમણે કહ્યું કે ડેલ્ટા વેરિએન્ટ હજુ પણ ફેલાઈ રહ્યો છે અને આ બધા વચ્ચે ઓમિક્રોન વેરિએન્ટનના પણ 21 દેશોમાં 432 કેસ સામે આવ્યા છે. તેમણે કહ્યું કે યુરોપ અને મધ્ય એશિયામાં ડેલ્ટા વેરિએન્ટ હજુ પણ ડોમિનેટ છે અને અમે જાણીએ છીએ કે રસી ગંભીર બીમારી અને મોતને રોકવામાં પ્રભાવી છે. નવા વેરિએન્ટ પર તેમણે કહ્યું કે હજુ એ જોવાનું બાકી છે કે ઓમિક્રોન વધુ ગંભીર છે કે ઓછો.
ક્લૂઝે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે યુરોપના અનેક દેશોમાં બાળકોમાં સંક્રમણના કેસ બેથી ત્રણ ગણા વધ્યા છે. જો કે તેમણે એમ પણ કહ્યું કે વૃદ્ધો, હેલ્થકેર વર્કર્સ અને નબળી ઈમ્યુન સિસ્ટમવાળાની સરખામણીમાં બાળકોએ ઓછા ગંભીર સંક્રમણનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે કહ્યું કે શાળામાં રજા પડતા જ બાળકો માતા પિતા કે દાદા દાદીના ઘર પર વધુ રહે છે. જેનાથી બાળકો દ્વારા તેમનામાં સંક્રમણ ફેલાય છે. આ સાથે જ જો તેમને રસી ન મળી હોય તો એવા લોકોને ગંભીર બીમારી કે મોતનું જોખમ 10 ગણુ વધી જાય છે. તેમણે કહ્યું કે બાળકોથી બીમારીઓ ફેલાવવાનું જોખમ વધુ રહે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)