Face of Nation 12-12-2021: દેશમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનની તપાસ હવે સરળ થઈ ગઈ છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ડિબ્રુગઢે એક ટેસ્ટિંગ કિટ તૈયાર કરી છે જે માત્ર બે કલાકમાં ઓમિક્રોનને શોધી લેશે. હાલમાં તેની તપાસ માટે જીનોમ સિક્વન્સિંગ કરવું પડે છે, જેમાં ત્રણથી ચાર દિવસનો સમય લાગે છે.
વિશ્વભરમાં ઓમિક્રોનના વધી રહેલા કેસો વચ્ચે તેની તરત તપાસને લઈ તમામ ચિંતિત હતા, પરંતુ ICMRના ઉત્તરપૂર્વમાં કાર્યરત પ્રાદેશિક તબીબી સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિકોએ તેને સરળ કરી દીધુ છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં ઓમિક્રોન દર્દીઓની કુલ સંખ્યા 33 થઈ ગઈ છે અને ઘણા શંકાસ્પદ દર્દીઓના જીનોમ સિક્વન્સિંગ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
ડોક્ટર વિશ્વજ્યોતિ બોરકાકોટીના નેતૃત્વમાં ICMRના વૈજ્ઞાનિકોએ આ ટેસ્ટ કિટ વિકસાવી છે અને ઓમિક્રોન વેરિઅન્ટના વિશેષ સિન્થેટિક જીન ફ્રેગમેન્ટ પર તેનું પરીક્ષણ કર્યું છે અને પરિણામ 100 ટકા સચોટ આવ્યું છે. ડોક્ટર બોરકાકોટીએ જણાવ્યું હતું કે કિટનો વિકાસ એટલવા માટે મહત્વપૂર્ણ છે કારણ કે હાલમાં તે વેરિયન્ટને શોધવા માટે ટાર્ગેટેડ સીક્વેન્સિંગમાં 36 કલાક ટોટલ જીનોમ સિક્વન્સિંગ માટે 4થી 5 દિવસનો સમય લાગે છે. ખાસ વાત એ છે કે દર્દીના સામાન્ય સ્વેબ સેમ્પલ પરથી તરત જ તેની ઓળખ થઈ જાય છે.
આ કીટ સંપૂર્ણપણે ભારતમાં ખાનગી-સરકારી ભાગીદારી હેઠળ બનાવવામાં આવશે અને તેના માટે ICMR દ્વારા કોલકાતા સ્થિત GCC બાયોટેકને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ દરમિયાન મહારાષ્ટ્રના પિંપરી-ચિંચવાડમાં એક ત્રણ વર્ષનો બાળક પણ ઓમિક્રોનની ઝપટમાં આવી ગયો છે. તે એ ચાર લોકોમાં સામેલ હતો જેમનામાં નવા વેરિઅન્ટની શુક્રવારે પુષ્ટિ થઈ હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)