Face Of Nation 26-11-2021: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બંધારણ દિવસના અવસરે સંસદના સેન્ટ્રલ હોલમાં સંબોધન કર્યું. તેમણે બાબા સાહેબ આંબેડકર, ડો. રાજેન્દ્ર પ્રસાદ, અને મહાત્મા ગાંધી જેવા દુરંદર્શી મહાનુભવોને યાદ કર્યા. પીએમ મોદીએ કહ્યું કે એક સમયે આ પવિત્ર જગ્યા પર મહિનાઓ સુધી કેટલાક લોકોએ ભારતના કુશળ ભવિષ્યમાટે મંથન કર્યું હતું. આજના જ દિવસે આતંકી ઘટનાને પણ અંજામ અપાયો હતો. સુરક્ષાદળોએ આતંકીઓ સાથે ભીડંત કરીને પોતાનું બલિદાન આપ્યું હતું. આઝાદીના આંદોલનમાં જે જે લોકોએ બલિદાન આપ્યું તે તમામને નમન કરું છું.
પીએમ મોદીએ કહ્યું કે આજે 26/11 આપણા માટે એક એવો દુખદ દિવસ છે, જ્યારે દેશના દુશ્મનોએ દેશની અંદર આવીને મુંબઈમાં આતંકવાદી ઘટનાને અંજામ આપ્યો. ભારતના અનેક વીર જવાનોએ આતંકવાદીઓ સાથે થયેલી ભીડંતમાં પોતાની જાતને સમર્પિત કરી દીધી. હું આજે 26/11ના તે તમામ બલિદાનીઓને આદરપૂર્વક નમન કરું છું.
તેમણે વધુમાં કહ્યું કે આપણું બંધારણ એ ફક્ત અનેક ધારાઓનો સંગ્રહ નથી, આપણું બંધારણ સહસ્ત્રો વર્ષની મહાન પરંપરા છે, અખંડ ધારા તે ધારાની આધુનિક અભિવ્યક્તિ છે. આ બંધારણ દિવસને એટલા માટે પણ મનાવવો જોઈએ કારણ કે આપણો જે રસ્તો છે તે યોગ્ય છે કે નહીં તેનું મૂલ્યાંકન કરવા માટે મનાવવો જોઈએ.
પીએમ મોદીએ કહ્યું કે બાબાસાહેબ આંબેડકરની 125મી જયંતી હતી, આપણને બધાને લાગ્યું કે તેનાથી મોટો પવિત્ર અવસર શું હોઈ શકે કે બાબાસાહેબ આંબેડકરે આ દેશને જે નજરાણું આપ્યું છે તેને આપણે હંમેશા એક સ્મૃતિ ગ્રંથ તરીકે યાદ કરીએ છીએ. જ્યારે સદનમાં આ વિષય પર હું 2015માં બોલી રહ્યો હતો, બાબા સાહેબ આંબેડકરની જયંતીના અવસરે આ કાર્યની જાહેરાત કરતી વખતે તે વખતે પણ વિરોધ થયો હતો. આજે જ વિરોધ થાય છે તેવું નથી, તે દિવસે પણ થયો હતો, કે 26 નવેમ્બર ક્યાંથી લાવ્યા, કેમ કરી રહ્યા છો, શું જરૂર હતી.
भारत एक ऐसे संकट की ओर बढ़ रहा है, जो संविधान को समर्पित लोगों के लिए चिंता का विषय है, लोकतंत्र के प्रति आस्था रखने वालों के लिए चिंता का विषय है और वो है पारिवारिक पार्टियां।
– पीएम @narendramodi pic.twitter.com/IKO0OAZolw
— BJP (@BJP4India) November 26, 2021
પીએમ મોદીએ કહ્યું કે મહાત્મા ગાંધીએ આઝાદીના આંદોલનમાં અધિકારો માટે લડતી વખતે પણ કર્તવ્યો માટે તૈયાર કરવાની કોશિશ કરી હતી. જો દેશમાં આઝાદી બાદ કર્તવ્ય ઉપર પણ ભાર મૂકાયો હોત તો સારું થાત. તેમણે કહ્યું કે બંધારણની ભાવનાને ઠેસ પહોંચી છે. બંધારણની એક એક કલમને પણ ચોટ પહોંચી છે. જ્યારે રાજનીતિક પક્ષ પોતાનું કેરેક્ટર ગુમાવે છે. જે પક્ષ સ્વયં લોકતાંત્રિક કેરેક્ટર ગુમાવી ચૂક્યો હોય, તે લોકતંત્રની રક્ષા કેવી રીતે કરી શકે? મહાત્મા ગાંધીજીએ કર્તવ્યના જે બીજ વાવ્યા હતા, આઝાદી બાદ તે વટવૃક્ષ બનવા જોઈતા હતા. પરંતુ દુર્ભાગ્યપણે શાસન વ્યવસ્થા એવી બની કે તેણે અધિકાર, અધિકારની વાતો કરનારા લોકોને એક અવસ્થામાં રાખ્યા કે ‘અમે છીએ તો તમારા અધિકાર પૂરા કરીશું.’
પીએમ મોદીએ કહ્યું કે આ કાર્યક્રમ કોઈ રાજનીતિક પક્ષનો ન હતો. કોઈ પ્રધાનમંત્રીનો ન હતો. આ કાર્યક્રમ સ્પીકર પદની ગરિમાનો હતો. આપણા પૂર્વજ આપણને આશીર્વાદ આપે કે આપણે બંધારણની ગરિમા જાળવી રાખીએ. આપણે કર્તવ્ય પથ પર ચાલતા રહીએ. દેશહિત પર રાજનીતિ હાવી ન થાય. વિચારધારા ભલે અલગ અલગ હોય પરંતુ રાષ્ટ્રહિત સૌથી ઉપર હોય. પીએમે કહ્યું કે પરિવારવાદ લોકતંત્ર માટે જોખમ છે. રાજનીતિક પક્ષ, પાર્ટી- ફોર ફેમિલી, પાર્ટી બાય ધ ફેમિલી- આગળ કહેવાની જરૂર લાગતી નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)