Face Of Nation, 02-11-2021: આજે ધનતેરસ છે. ધનતેરસનો તહેવાર દિવાળીના પ્રથમ દિવસે ઉજવવામાં આવે છે જે પાંચ દિવસ સુધી ચાલે છે. તે દિવાળીના 2 દિવસ પહેલા ઉજવવામાં આવે છે. હિંદુ કેલેન્ડર મુજબ, ધનતેરસનો તહેવાર કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તારીખે આવે છે. એવું માનવામાં આવે છે કે, આ દિવસે ભગવાન ધનવંતરી સમુદ્ર મંથન દરમિયાન સોનાના વાસણ સાથે પ્રગટ થયા હતા. ધનતેરસના દિવસે ભગવાન ધનવંતિર ઉપરાંત ભગવાન કુબેર અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ધનતેરસના દિવસે ખરીદી કરવી ખૂબ જ શુભ હોય છે. આ કારણથી ધનતેરસના અવસરે સોના-ચાંદીના ઘરેણા, વાસણો, ઘરવપરાશમાં વપરાતી વસ્તુઓ, કાર, મોટરસાયકલ અને જમીન-મકાનનો વર્ષોથી વેપાર થાય છે. એવું માનવામાં આવે છે કે ધનતેરસના દિવસે ખરીદનાર જે પણ વસ્તુઓ લાવે છે, તે આખા વર્ષમાં તેર ગણી વધી જાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. સાથે જ ક્યારેય પૈસાની કમી નથી હોતી.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આજે ધનતેરસ પર ત્રિપુષ્કર યોગ બની રહ્યો છે. ત્રિપુષ્કર યોગમાં જે પણ કાર્ય કરવામાં આવે છે તેનું ત્રિપુષ્ક ફળ મળે છે. ત્રિપુષ્કર યોગમાં સોના-ચાંદીની ખરીદી ઉપરાંત રોકાણની પણ સારી તક છે. મંગળવાર અને દ્વાદશી તિથિના સંયોગથી ત્રિપુષ્કર યોગ રચાય છે. દ્વાદશી તિથિ 1લી નવેમ્બરે બપોરે 1:21 વાગ્યાથી શરૂ થઈ છે અને 2જી નવેમ્બરના રોજ સવારે 11:30 વાગ્યા સુધી ચાલશે. તેથી આ યોગનો લાભ આજે સવારે 11.30 વાગ્યા સુધી મળશે.
આજે ધનતેરસ પર લાભ અમૃત યોગ પણ રચાઈ રહ્યો છે, જે સવારે 10.30 વાગ્યાથી શરૂ થઈને બપોરે 1.30 વાગ્યા સુધી ચાલશે. લાભ અમૃત યોગમાં ખરીદી કરવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સિવાય આજે બપોરે 3 થી 4.30 અને સાંજે 7.30 થી 9 વાગ્યા સુધી ખરીદી કરવી શુભ છે.
ધનતેરસ પર ભગવાન ધન્વંતરી અને કુબેરની પૂજા કરવાનો નિયમ છે. 2 નવેમ્બરના રોજ પ્રદોષ કાલ સાંજે 5.37 થી 8.11 સુધી છે. બીજી તરફ, વૃષભ રાશિનો સમયગાળો સાંજે 6.18 મિનિટથી 8.14 મિનિટ સુધી રહેશે. ધનતેરસ પર પૂજાનો શુભ સમય સાંજે 6.18 મિનિટથી 8.14 મિનિટ સુધીનો રહેશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)