Home News સ્વતંત્રતા દિનની સવારે રાજકોટમાં ઉપરાઉપરી 2 બસ અકસ્માત, 40 લોકો ધાયલ

સ્વતંત્રતા દિનની સવારે રાજકોટમાં ઉપરાઉપરી 2 બસ અકસ્માત, 40 લોકો ધાયલ

Face Of Nation, 15-08-2021: રાજકોટમાં વહેલી સવારે ગમ્ખવાર અકસ્માત સર્જાયો છે. રાજકોટ નજીક સરધાર પાસે યાત્રાળુઓની બસ પલટી ગઈ હતી. જેમાં 40 જેટલા મુસાફરોની ઈજા પહોંચી છે. વહેલી સવારે 3:45 વાગ્યે બસ પલટી મારવાથી અકસ્માત સર્જાયો હતો. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર, દામનગર નજીકના એકલારા ગામના લોકો ધાર્મિક પ્રવાસે નીકળ્યા હતા. આ યાત્રાળુઓ ત્રણ દિવસના રણુજા, દ્વારકા અને સોમનાથની યાત્રાએ જવા નીકળ્યા હતા. GJ 05 BT 9729 નંબરની બસમાં લગભગ 55 જેટલા યાત્રાળુઓ નીકળ્યા હતા. ત્યારે અચાનક સરધાર પાસે બસ સાથે અકસ્માત સર્જાયો હતો અને બસ પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં 40 જેટલા મુસાફરોને નાની-મોટી ઈજા પહોંચી છે. તમામ ઘાયલ મુસાફરોને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જોકે, સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ નથી.

તો બીજી તરફ, ગોંડલના આશાપુરા અંડર બ્રિજ ખાતે એસટી બસનો અકસ્માત થયો હતો. અંડર બ્રિજ ખાતે એસટી બસ દિવાલ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં બસમાં મુસાફરી કરતા 4 થી 5 મુસાફરોને ઈજા પહોંચી હતી. તો ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

ગઈકાલે ખેડાના કઠલાલના અનારા પાસે એસટી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 32 જેટલા મુસાફરોને ઈજા પહોંચી હતી. તો 6 મુસાફરો ગંભીર ઘવાયા છે. GJ 18 Z 3754 નંબરની એસટી બસ જામનગરથી ઝાલોદ તરફ જઈ રહી હતી. ત્યારે અમદાવાદ ઇન્દોર હાઇવે પર કઠલાલ પાસે બસને અકસ્માત નડ્યો હતો. બસ આગળ ટ્રકની સાથે અથડાઈ હતી. જેથી ટ્રકની પાછળ એસટી બસ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે બસનો ખાલી સાઈડનું પડખુ ચીરાઈ ગયું હતું. બસનો આગળનો ભાગ ટ્રકમાં ઘૂસી ગયો હતો.  (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)