Face Of Nation:વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રમાં ભાગ લેવા અમેરિકા જવાના છે. અહીં તેઓ 22 સપ્ટેમ્બરે હ્યુસ્ટનના હાઉડીમાં ભારતીય સમાજને સંબોધશે. રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે, વડાપ્રધાન 23 સપ્ટેમ્બરે યુએનમાં જળવાયુ પરિવર્તન પર થનારી વિશેષ બેઠકમાં ભાષણ પણ આપશે.
2014માં વડાપ્રધાન બન્યા પછી આ ત્રીજો એવો મોકો છે જ્યારે મોદી અમેરિકામાં ભારતીય-અમેરિકન સમુદાયને સંબોધન કરશે. આ પહેલાં 2014માં ન્યૂયોર્કમાં મેડિસ સ્ક્વોયર ગાર્ડન અને 2016માં સિલિકોન વેલીમાં પણ મોદીના કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા. આ બંને કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભારતીયો ભેગા થયા હતા. એક અંદાજ પ્રમાણે આ કાર્યક્રમોમાં સમગ્ર અમેરિકામાંથી 20 હજારથી વધારે લોકો મોદીને સાંભળવા માટે અહીં પહોંચ્યા હતા.