Home News અમદાવાદ : સી ટીમમાં ફરજ બજાવતા ખાડિયા પોલીસ કર્મચારીનો રિપોર્ટ પોઝિટીવ

અમદાવાદ : સી ટીમમાં ફરજ બજાવતા ખાડિયા પોલીસ કર્મચારીનો રિપોર્ટ પોઝિટીવ

ફેસ ઓફ નેશન, 16-04-2020 : અમદાવાદના ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા વધુ એક પોલીસ કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ પોલીસ કર્મચારી સી ટીમમાં ડરાઇવર તરીકે ફરજ બજાવતા હતા. જેઓ દાણીલીમડા પોલીસ લાઈનમાં રહેતા હતા.
કોરોનાએ પોલીસ વિભાગમાં પણ તેનો કેર વર્તાવવાનું શરૂ કરી દીધું છે. રાજ્યમાં જુદા જુદા શહેરો અને વિસ્તારોમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ પણ હવે કોરોનાનો ભોગ બની રહ્યા છે. જેને લઈને પોલીસ તંત્રમાં ફળાટ વ્યાપી ગયો છે. દિવસે દિવસે પોલીસ વિભાગમાં વધતા જતા કેસોને લઈને સમગ્ર પોલીસ સ્ટાફ સતર્ક બની ગયો છે. ખાડિયામાં ફરજ બજાવતા વધુ એક પોલીસ કર્મચારીને રિપોર્ટ પોઝિટિવ આવતા તેમની સાથે ફરજ બજાવતા 7 કર્મચારીઓને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

ગાંધીનગર : કોરોનાના કહેર વચ્ચે કોલવડાની આયુર્વેદિક કોલેજમાં દીપડો ઘુસ્યો, જુઓ Video

ગાંધીનગર : કોરોનાના કહેર વચ્ચે કોલવડાની આયુર્વેદિક કોલેજમાં દીપડો ઘુસ્યો, જુઓ Video