Home Uncategorized અભિયાન હવે અંતિમ તબક્કામાં પહોંચ્યું ; 76 ફ્લાઈટ દ્વારા 15,920 વિદ્યાર્થીઓને લવાયા...

અભિયાન હવે અંતિમ તબક્કામાં પહોંચ્યું ; 76 ફ્લાઈટ દ્વારા 15,920 વિદ્યાર્થીઓને લવાયા : સિંધિયા

Face Of Nation 06-03-2022 :  યુક્રેન-રશિયા યુદ્ધનો આજે 11 દિવસ છે. હંગેરી સ્થિત ભારતીય દૂતાવાસે આજે એક મહત્વની જાહેરાત કરી છે કે આજથી ઓપરેશન ગંગાનો અંતિમ તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે. આ સંજોગોમાં ત્યાં ફસાયેલા લોકો આજે સ્થાનિક સમય પ્રમાણે સવારે 10 વાગ્યાથી 12 વાગ્યા વચ્ચે બુડાપેસ્ટના હંગેરિયા સિટી સેન્ટર પહોંચ્યા હતા. ઓપરેશન ગંગા હેઠળ આજે રવિવારે 11 ફ્લાઈટથી 2135 ભારતીય વતન પરત ફર્યાં છે. ઉડ્ડયન મંત્રાલયના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં 15,920 ભારતીય નાગરિક દેશ પરત ફર્યાં છે. ઓપરેશન ગંગા 22 ફેબ્રુઆરીના રોજ શરૂ થયું હતું.
સોમવારે કુલ 8 સ્પેશિયલ ફ્લાઈટ્સ ઓપરેટ કરાશે
મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આવતીકાલે એટલે કે સોમવારે કુલ 8 સ્પેશિયલ ફ્લાઈટ્સ ઓપરેટ કરવામાં આવશે. તેમાંથી 5 બુડાપેસ્ટથી ઓપરેટ થશે.એકંદરે 1500 ભારતીયોને સ્વદેશ પરત લાવવામાં આવશે.
વિશેષ ઉડ્ડાનથી 15,920થી વધારે ભારતીયોને પરત લવાયા
આ અગાઉ રવિવારે બપોરે 182 ભારતીય નાગરિકોને લઈ એક વિશેષ ઉડ્ડાન રોમાનિયાના બુખારેસ્ટથી મુંબઈ આવી પહોંચી હતી. જ્યારે અન્ય એક ફ્લાઈટ 183 વિદ્યાર્થીઓને લઈ બૂડાપેસ્ટથી દિલ્હી પહોંચી હતી. જ્યારે ઈન્ડિયન એરફોર્સનું C-17 વિમાન 210 યાત્રીઓને લઈ દિલ્હી પાસે હિંડન એરબેઝ પર ઉતરાણ કર્યું હતું. અત્યાર સુધીમાં ત્રણ વિમાનથી 575 યાત્રી દિલ્હી તથા મુંબઈ આવી પહોંચ્યા છે. નાગરિક ઉડયન મંત્રાલયના મતે ઓપરેશન ગંગા અંતર્ગત આજે યુક્રેનના પડોશી દેશોથી 11 સ્પેશિયલ ફ્લાઈટ્સથી 2135 ભારતીય પરત લાવવામાં આવ્યા છે. આ સાથે જ 22 ફેબ્રુઆરી 2022થી અત્યાર સુધીમાં વિશેષ ઉડ્ડાનથી 15,920થી વધારે ભારતીયોને પરત લાવવામાં આવ્યા છે.
પ્રધાનમંત્રીએ ઓપરેશન ગંગાને લઈને બેઠક યોજી હતી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે ફરી એકવાર યુક્રેન સંકટ મુદ્દે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. છેલ્લા 4 દિવસમાં પીએમની આ 9મી બેઠક હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધી પીએમએ ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવા માટે ચલાવવામાં આવી રહેલા ઓપરેશન ગંગા વિશે સંપૂર્ણ માહિતી લીધી હતી. આ સાથે, બાકીના ફસાયેલા ભારતીયોને પરત લાવવાની કામગીરીને ઝડપી બનાવવા સૂચના આપવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે પીએમ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે સતત આવી બેઠકો કરી રહ્યા છે અને પરિસ્થિતિ પર જાતે નજર રાખી રહ્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).