Home Politics ‘કોની સાથે લગ્ન કરાવવા , ક્યારે બાળકને જન્મ આપવો? એ કેબિનેટ નક્કી...

‘કોની સાથે લગ્ન કરાવવા , ક્યારે બાળકને જન્મ આપવો? એ કેબિનેટ નક્કી કરશે’

Face of Nation 16-12-2021: છોકરીઓના લગ્નની ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરવાના પ્રસ્તાવને કેબિનેટે લીલી ઝંડી આપી દીધી છે. આ માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બુધવારે કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકાર મહિલાઓના લગ્નની ઉંમર બદલવા માટે હાલના કાયદામાં સુધારો કરશે. સરકારના આ પગલા પર દેશની મહિલા સાંસદોનું અલગ વલણ છે. વિરોધ પક્ષોની મહિલા સાંસદોએ આનો વિરોધ કર્યો છે. મહારાષ્ટ્રના અમરાવતીથી અપક્ષ સાંસદ નવનીત કૌર રાણાએ કેબિનેટના નિર્ણયનું સ્વાગત કરતા કહ્યું કે હવે છોકરીઓને વધુ અધિકાર મળશે.

સરકારના પગલાનો વિરોધ કરતા તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડોલા સેને એક ખાનગી ચેનલને કહ્યું, “જુઓ, ખોટુ ન માનસો. મોદી શાસન ચાલી રહ્યું છે. મોદી હૈ તો મુમકીન હૈ. મહિલાઓને શું માનો છો? તે ખરાબ માને કે સારા. તેનાથી તેમને શું ફરક પડે છે. આપણે શું ખાઈશું કે શું પહેરીશું… કઈ ઉંમરે લગ્ન કરીશું. બધું મોદીજીના હાથમાં છે.”

તેમણે કહ્યું કે જુઓ, જ્યારે કાશ્મીરનો મુદ્દો આવ્યો ત્યારે પણ અમે કહ્યું હતું કે વોટ કરીએ, પછી નિર્ણય લઈએ. તેમનો અભિપ્રાય શું છે, તેઓ હેડ માસ્તર નથી. આ અંગે પહેલા દેશની મહિલાઓની સલાહ લેવી જોઈએ, તેઓ શું ઈચ્છે છે?

શિવસેનાના નેતા અને રાજ્યસભાના સભ્ય પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું હતું કે “જે પણ નિર્ણયો મહિલાઓને પૂછ્યા વિના… તેમનો અભિપ્રાય પૂછ્યા વિના લેવામાં આવે છે. જ્યારે મતદાનની ઉંમર 18 વર્ષ છે, તો લગ્ન માટે 21 વર્ષ છે. કેબિનેટ નક્કી કરશે કેટલું ભણવું જોઇએ. કોની સાથે લગ્ન કરવા, બાળક ક્યારે થશે… તો સ્ત્રીઓ શું કરશે. બાળ લગ્ન પણ વધી ગયા છે.”

કોંગ્રેસ સાંસદ છાયા વર્માએ કહ્યું, “તેમની પાસે અત્યારે સ્પષ્ટ બહુમતી છે. તેઓ આ કાયદો કેમ નથી લાવતા કે મહિલાઓને સંસદ અને વિધાનસભામાં અનામત મળવી જોઈએ. મહિલાઓ વિશે નિર્ણય મહિલાઓને લેવા દો. મહિલાઓને બિલ આપી તાકાત આપો. વસ્તુઓ લાદશો નહીં.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)