Home News કોરોનાની નવી SPO જાહેર, 8 શહેરોનાં રાત્રી કર્ફ્યુનાં સમય માં ઘટાડો

કોરોનાની નવી SPO જાહેર, 8 શહેરોનાં રાત્રી કર્ફ્યુનાં સમય માં ઘટાડો

Face of Nation 10-02-2022 : CM ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને આજે મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ સ્થિતિની સમીક્ષા હાથ ધરીને કેટલાક નિયંત્રણો હળવા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તેમજ મુખ્ય સચિવ પંકજ કુમાર ,ગૃહ વિભાગ ના અધિક મુખ્ય સચિવ  રાજકુમાર અને વરિષ્ઠ સચિવો આ બેઠકમાં સહભાગી થયા હતા.

કોર કમિટી માં લેવાયેલા નિર્ણય અનુસાર હવે 11 ફેબ્રુઆરી થી રાજ્યના માત્ર 8 મહાનગરો માં આગામી 18 ફેબ્રુઆરી 2022 સુધી દરરોજ રાત્રે 12 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ અમલમાં રહેશે. જેમાં અમદાવાદ. વડોદરા, રાજકોટ, સુરત, ગાંધીનગર, જુનાગઢ, જામનગર, અને ભાવનગનો સમાવેશ થાય છે.   કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઈડ લાઇન્સ ના અન્ય નિયમો ના અમલ અંગેનું ગૃહ વિભાગ નું વિગતવાર જાહેર નામુ આ સાથે સામેલ છે.

હોટેલ રેસ્ટોરેન્ટ બેઠક ક્ષમતાના 75 % સાથે રાત્રીને 11 વાગ્યા સુધી ચાલુ રાખી શકશે. રાત્રે 11 સુધી વેપાર-ધંધા ચાલુ રાખી શકાશે. તો દુકાનો, કોમર્શિયલ સંસ્થાઓ, લારી-ગલ્લા, શોપિંગ કૉમ્પ્લેક્સ, માર્કેટિંગ યાર્ડ, સાપ્તાહિક ગુજરીબજાર, હાટ, હેરકટિંગ શૉપ, સ્પા-સલૂન, બ્યૂટિપાર્લર તથા અને વ્યાપારિક ગતિવિધિઓ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. જે-તે દુકાન-ઑફિસના માલિક, સંચાલક, કર્મચારીઓ માટે રસીના બે ડોઝ ફરજિયાત રહેશે.

રાજકીય, ધાર્મિક, શૈક્ષણિક જાહેર કાર્યક્રમો ખુલ્લી જગ્યામાં માત્ર 150 લોકોની મર્યાદામાં કાર્યક્રમ યોજી શકાશે. બંધ અથવા ઇન્ડોર સ્થળે ક્ષમતાના 50% તથા મહત્તમ 150 લોકોની મર્યાદામાં લોકો ભેગા થઈ શકશે.  જિમ, સિનેમા, વોટરપાર્ક, લાઇબ્રેરી બેઠક ક્ષમતાના 50 % લોકોને જ મંજૂરી આપી શકાશે. ઓડિટોરિયમ કે એસેમ્બ્લી હૉલમાં પણ બેઠક ક્ષમતાના 50 % લોકોને મંજૂરી મળશે. લગ્ન પ્રસંગો માટે ખુલ્લી જગ્યામાં માત્ર 300 લોકોની મર્યાદામાં યોજી શકાશે. જ્યારે ઇન્ડોર સ્થળે ક્ષમતાના 50% તથા મહત્તમ 150 લોકોની મર્યાદામાં લોકો ભેગા થઈ શકશે. લગ્ન માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે. અંતિમક્રિયા કે અંતિમવિધિને લગતા પ્રસંગોમાં મહત્તમ માત્ર 100 લોકો ઉપસ્થિત રહી શકશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).

https://www.youtube.com/watch?v=dhxLwdpguqU