Face Of Nation, Delhi : દેશમાં સાત તબક્કામાં થઇ રહેલી લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં મંગળવારે 15 રાજ્યોની 117 સીટો પર મતદાન શરૂ થઇ ગયું છે. આ તબક્કામાં ગુજરાતની સાથે કેરળ, કર્ણાટક, ગોવા, છત્તીસગઢ, આસામ, દાદરા નગર હવેલી અને દીવ-દમણની બધી લોકસભા સીટો પર મતદાન યોજાઇ રહ્યું છે. ત્રીજા તબક્કામાં કુલ 117 સીટો ઉપર મતદાન યોજાઈ રહ્યું છે. જેમાંથી ભાજપનું લક્ષ્ય પોતાની 62 સીટોને બચાવવી રાખવા સાથે વધારવાની ગણતરી છે. મતદારોમાં વોટિંગને લઇને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારે તડકો અને ગરમી હોવાછતાં મતદાન કેન્દ્રો પર મતદારોની લાંબી લાઇનો લાગી છે. સવારે 9 વાગ્યા સુધી અસામમાં 112.36%, બિહારમાં 12.60%, ગોવા (ઉત્તર)માં 13.14%, ગોવા (દક્ષિણ)માં 13.12%, ગુજરાતમાં 5%, જમ્મૂ-કાશ્મીરમાં 0%, કર્ણાટકમાં 7.38%, કેરલમાં 2.48%, મહારાષ્ટ્રમાં 5.94%, ઓડિશામાં 6%, ઉત્તર પ્રદેશમાં 10.24%, પશ્વિમ બંગાળમાં 10.97%, છત્તીસગઢમાં 2.24%, દાદરા અને નગર હવેલીમાં 0% તથા દમણ અને દિવમાં 5.83 ટકા મતદાન થયું છે.
ઉત્તર પ્રદેશની 10 સીટો પર સવારે 9 વાગ્યા સુધી મતદાનની સ્થિતિ ઠીક રહી હતી. મુરાબાદબાદમાં 9.90%, રામપુરમાં 10.00%, સંભલ 10.80%, ફિરોઝાબાદ 8.68%, મૈનપુરી 10.10, એટા 10.20%, બદાયૂં 11.30%, આવલા 10.30%, બરેલી 10.60%, પીલીભીત 10.50% મતદાન થયું છે.
પશ્વિમ બંગાળની કુલ પાંચ સીટો બાલુરઘાટમાં 17.28%, માલદા ઉત્તરમાં 16.11%, માલદા દક્ષિણમાં 16.22%, જંગીપુરમાં 14.99% અને મુર્શિદાબાદમાં 14.62% મતદાન થયું છે. બિહારની પાંચ સીટો પર સવારે 9 વાગ્યા સુધી 9.35% મતદાન થયું છે. ઝંઝારપુરમાં 11.5%, મઘેપુરામાં 8.75%, સુપૌલમાં 8.3%, અરરિયામાં 10% અને ખગડિયામાં 8% મતદાન થયું છે.