Face of Nation 09-02-2002 : “સંસદ” ભારતની લોકશાહીનું સર્વૌચ્ચ મંદિર માનવામાં આવે છે. ભૂતકાળમાં અને આજે પણ ઘણા લોકો કે સાંસદો સદનમાં પ્રવેશ કરતા પહેલા સંસદ ભવનનાં પગથીયે નમીને પગે લાગે છે. પરંતુ સંસદની કાર્યવાહી જોતા મનમાં અનેક પ્રકારના સવાલો થાય છે કે શું આપણે મોકલેલા આપણા આ પ્રતિનિધીઓ સંસદમાં શોરબકોર અને એક-બીજાની નીંદા અને હુસાતુસી સિવાય કશું કરે છે ખરા ?
અહીં વાત કોઈ એક વ્યક્તિ કે પક્ષની બીલકુલ નથી. દેશની સંસદમાં હાજર કોઈ પણ વ્યક્તિ એટલે કે સાંસદ પછી તે ગમેતે પક્ષનો હોય પરંતુ શું તમને આ સાંસદો માંથી કોઇ એક સાંસદ પણ ફક્ત નામ આપવા માટે યાદ આવે છે કે જેણે પોતાના વક્તવ્યમાં પોતાના પ્રતિ વ્યક્તિ કે પક્ષની નીંદા ન કરી હોય અને પોતાની કે પોતાના પક્ષની વાહવાહી ન કરી હોય? શું સંસદ માર્કેટીંગ માટેનું પ્લેટફોર્મ છે? પ્રજા માટે દેશને કઇ રીતે ચલાવવો અને હાલ કઇ વસ્તુ-વ્યવસ્થાની જરુર છે તે સર્વસંમતિ સાથે બહાલ કરવાનું કાર્ય શું કોઈ પક્ષ કે વ્યક્તિ પર માછલા ધોયા સિવાય કરવું અસંભવ છે?
આજે દેશની ઘુરા ભાજપ અને તેના સાથી પક્ષો પાસે છે, જે ગઇ કાલે કોંગ્રેસ અને તેના સાથી પક્ષો પાસે હતી. સત્તાધારી પક્ષ પોતાનો પ્રસ્તાવ સંસદમાં બહાલી માટે રજૂ કરે ત્યારે પૂર્વે ની સરકારો દ્વારા આવુ કરવામાં આવ્યું હતું માટે આવુ થયું તેવું વાજુ દર વખત વગાડવું જરુરી છે. અરે ભાઈ લોકોને ખબર છે કે પૂર્વની સરકારે શું શું ભૂલો કરી છે અને કદાચ માટે જ તમે આજે સત્તામાં છો. જો પૂર્વની સરકાર લોકોની અપેક્ષા પ્રમાણે ચાલી હોત તો તમને ત્યાં પહોંચાડવાની કે બેસાડવાની કોઇ જરુરીયાત જ ન હતી. લોકો જાણે છે કે કોને શું કર્યુ અને તમે પણ જાણો કે આ વાત લોકો જાણે છે અને પોતાનો મતાધીકાર વાપરતા પહેલા યાદ પણ કરે છે.
પ્રતિ પક્ષો પર માછલા ધો ધો કરવાથી તમે જે ભૂલો હાલ કરી રહ્યા છો તે ધોવાશે નહીં. જે તમણે ભૂલ કરી છે તે તમારે કરવાની કોઈ પરંપરા નથી. શું સંસદો પાસે પોતાની વાત રાખવા માટે આ સિવાય કોઇ સારા શબ્દો કે રસ્તો નથી. તો પછી લોકોએ પોતાના આવા નમાલી માનસિકતાવાળા પ્રતિનિધીનું ચયન કરતા પહેલા એક વખત વિચારવું જોઈએ કે આવા લોકોને ફરી સંસદમાં મોકલવા કે કેમ. ભલે તે પછી કોઇ પણ વ્યક્તિ વિષેશ હોય.
લોકશાહી ખાડે જઇ રહી હોવાનું આનાથી બહેતરીન ઉદાહરણ શું હોઇ શકે કે દેશનાં સર્વૌચ્ચ વ્યક્તિ સંસદમાં બોલવા ઊભા થાય અને પ્રતિ પક્ષો પર પૂર્વે કરેલા કાર્ય મામલે માછલા ધોવે. શું તમારી પાસે પોતાની વાત રજૂ કરવાની સ્વતંત્ર પ્રતિભા નથી. ફલાણાએ આમ કર્યુ હતું – ઢીકાણાએ આમ કર્યુ હતુ તેવી બળકો જેવી વાતો કરી શું સંસદો દેશનો અમુલ્ય સમય અને લોકોના પરસેવાના પૈસાનું પાણી કરી રહ્યા હોય તેવું પ્રતિત નથી થઇ રહ્યું ? જો દેશનાં નાગરીકોને આવો અહેસાસ ન થઇ રહ્યો હોય તો ચેતીજજો… કારણ કે તો આપણે પણ લોકશાહીનાં હનનમાં સહભાગીદાર છો અને નુકસાની આવશે જ અને આવે ત્યારે આપણે પણ નુકસાની ભોગવવી પડશે.
દેશનાં તમામ બહુ બોલકા અને ફક્ત નક્કાનું જ બોલતા(દેશ કે પ્રજા ઉપયોગી ન બોલતા) તમામ સાંસદો, તમે ભલે દેશનાં સર્વોચ્ચ પદ્દો સોભાવતા હોય, ભલે તમે દેશમા હાલ લોક પ્રતિયતાની ટોચ પર હોય..ભૂતકાળ જોઈ લો જો આજે તમે જેનાં નામો લઇ સસ્તી પ્રસિધ્ધી લઇ રહ્યા છો અને વિપક્ષોને ધેરી રહ્યા છો તે પૂર્વે તમારા જેટલા જ પ્રસિધ્ધ હતા અરે કદાચ તમારા કરતા પણ વધુ પ્રસિધ્ધ હતા. આજે તેની પ્રસિધ્ધને પાછળ છોડી તમે આગળ નીકળી ગયા છો તે સાબિત કરે છે કે પ્રજા સમય આવ્યે બધાનો બરોબર હિસાબ કરે જ છે અને તમારો પણ કરશે….(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).