Home Politics પી.ચિદમ્બરમનો સણસણતો આરોપ:અમારા નેતાઓની ચોરી કરે છે ભાજપ

પી.ચિદમ્બરમનો સણસણતો આરોપ:અમારા નેતાઓની ચોરી કરે છે ભાજપ

Face Of Nation:લોકસભા ચૂંટણી બાદ કોંગ્રેસ એકદમ બેકફૂટ પર આવી ગઇ છે, મોદી સરકાર સામે કોંગ્રેસી નેતાઓ વિવાદિત નિવેદનો આપીને ચર્ચામાં રહ્યાં કરે છે. તાજેતરમાંજ જમ્મુ-કાશ્મીર અને કલમ 370 મુદ્દે પાર્ટીના નેતાઓ બે ભાગમાં વહેંચાઇ ગયા હતા. હવે દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી.ચિદમ્બરમે બીજેપી પર પોતાની પાર્ટીના નેતાઓને ચોરવાનો આરોપ લગાવ્યો છે.

પી.ચિદમ્બરમે બીજેપી પર નેતાઓને ચોરવાનો આરોપ લગાવતા કહ્યું કે, પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને પૂર્વ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઇ પટેલની વચ્ચે ક્યારેય પણ સંઘર્ષની સ્થિતિ સર્જાઇ ન હતી. તેમને કહ્યું કે પટેલ ક્યારેય પણ આરએસએસના પદાધિકારી ન હોતા રહ્યાં. બીજેપીનો કોઇ નેતા નથી, હાલ બીજેપી અમારા નેતાઓની ચોરી કરી રહી છે.પી.ચિદમ્બરમે કહ્યું કે બીજેપી અમારી પાર્ટીના નેતાઓને ચોરીને લઇ જઇ રહી છે, પણ અમને કોઇ ફરક પડતો નથી. કોઇ ફરક નથી પડતો કે કોન ચોરી કરી રહ્યું છે, ઇતિહાસ એ નથી ભૂલતો કે કોન કોની સાથે જોડાયેલો છે.નોંધનીય છે કે, કોંગ્રેસના કેટલાય દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ પાર્ટી છોડીને બીજેપીમાં સામેલ થઇ ચૂક્યા છે, વળી કેટલાક નેતાઓ હાલ સામેલ થવાની તૈયારીમાં છે.