Home Uncategorized હરેન પંડ્યા હત્યા કેસમાં સીબીઆઈને સુપ્રીમની મોટી રાહત, હાઇકોર્ટના નિર્ણયને પલટતા સુપ્રીમ...

હરેન પંડ્યા હત્યા કેસમાં સીબીઆઈને સુપ્રીમની મોટી રાહત, હાઇકોર્ટના નિર્ણયને પલટતા સુપ્રીમ કોર્ટે સંભળાવી સાત આરોપીઓને આજીવન કેદની સજા

સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના નિર્ણયને પલટતા સાત આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે વર્ષ 2003ના હરેન પંડ્યા હત્યાકાંડના તમામ 12 આરોપીઓને હત્યાના આરોપમાંથી છોડી મૂક્યા હતા.

Face Of Nation:ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યા કેસ મામલે સીબીઆઈ અને ગુજરાત સરકારની અપીલ પર સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે. જ્યારે એનજીઓ સેન્ટર ફોર પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન્સની ફેર તપાસની માંગ ફગાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઈકોર્ટે 2011માં 12 આરોપીઓની દોષમુક્ત જાહેર કર્યા હતા. જેને પગલે ગુજરાત સરકાર અને સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

શું છે મામલો
અત્રે ઉલ્લેખનીય છે કે હરેન પંડ્યાની હત્યા 26 માર્ચ-2008માં અમદાવાદ ખાતેના લો-ગાર્ડન વિસ્તારમાં કરવામાં આવી હતી. હરેન પંડ્યાની હત્યા શોહરાબુદ્દીને કરી હતી. અને બાદમાં શોહરાબુદ્દીનને એનકાઉન્ટરમાં મારી નાંખવામાં આવ્યો હતો.

શોહરાબની સાથે આઝમ ખાન પણ હતો અને હરેન પંડ્યાની હત્યા માટે શોહરાબે સોપારી લીધી હોવાની આઝમ ખાને કોર્ટમાં જૂબાની આપી હતી. હરેન પંડ્યાની હત્યામાં પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન લશ્કરે તોયબાનું નામ બહાર આવ્યું હતું.

હરેન પંડ્યાની હત્યામાં અઝગર અલી મુખ્ય આરોપી હતો. અલી અઝગરને મૂફતી સુફીયાને ફાયરીંગ કરવાની સોપારી આપી હતી. હરેન પંડ્યાની હત્યા ગુજરાતમાં થયેલા કોમી રમખાણોનો બદલો લેવા માટે કરવામાં આવી હોવાનું કોર્ટમાં સીબીઆઈ દ્વારા કહેવામાં આવ્યું હતું.