Face Of Nation 23-03-2022 : પાકિસ્તાનમાં આ સમયે રાજકીય માહોલ ગરમ છે. મહત્વનું છે કે, વિપક્ષી પાર્ટીઓ પ્રધાનમંત્રી ઇમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવી છે. માનવામાં આવી રહ્યું છે કે આર્મીએ ક્યારેક પોતાના માનીતા ઇમરાન ખાનનો સાથ છોડી દીધો છે. આ વચ્ચે નેશનલ એસેમ્બલીમાં બહુમતના લિટમસ ટેસ્ટ પહેલાં પાકિસ્તાની પ્રધાનમંત્રી ઇમરાન ખાને કહ્યુ છે કે, તે કોઈપણ સ્થિતિમાં રાજીનામુ આપશે નહીં. તેમણે કહ્યું કે, તે વિપક્ષને ચોંકાવશે. ઇમરાન ખાને ઇસ્લામાબાદમાં પત્રકારો સાથે વાતચીતમાં કહ્યુ- હું કોઈપણ સ્થિતિમાં રાજીનામુ આપીશ નહીં. હું અંતિમ બોલ સુધી રમીશ… અને હું વિપક્ષને એક દિવસ પહેલા જ ચોંકાવીશ જે પહેલાથી દબાવમાં છે.
ઇમરાન વિરુદ્ધ વિપક્ષ અવિશ્વાસ પ્રસ્તાવ લાગ્યો છે
ઇમરાન ખાને કહ્યુ કે, તે નેશનલ એસેમ્બલીમાં વોટિંગથી એક દિવસ પહેલા પોતાના પત્તા ખોલશે. તેમણે કહ્યું- મારૂ તો ટ્રમ્પ કાર્ડ તો તે છે કે અત્યાર સુધી મેં મારા કોઈ કાર્ડ ખોલ્યા નથી. હકીકતમાં ઇમરાન ખાન વિરુદ્ધ વિપક્ષ અવિશ્વાસ પ્રસ્તાવ લાગ્યો છે જે નેશનલ એસેમ્બલીમાં 25 માર્ચે રજૂ થશે. નેશનલ એસેમ્બલીના નિયમો હેઠળ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાના ત્રણ દિવસ બાદ અને 7 દિવસની અંદર તેના પર વોટિંગ થશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Uncategorized અવિશ્વાસ પ્રસ્તાવ પહેલાં ઇમરાન ખાને કહ્યું- કોઇપણ સંજોગોમાં રાજીનામું નહીં આપું, અંતિમ...