Face Of Nation:પાકિસ્તાનમાં સક્રિય આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને લઈ મોટા અહેવાલ આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રાવલપિંડી શહેરની આર્મી હોસ્પિટલમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં મસૂદ અઝહર સહિત 10 આતંકી ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે. રવિવારની સાંજે આર્મી હોસ્પિટલમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો. બીમાર આતંકી મસૂદ અઝહરની આ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
‘ઈન્ડિયા ટુડે’ના અહેવાલ મુજબ, ક્વેટાના એક માનવાધિકાર કાર્યકર્તા અહસાન ઉલ્લાહ મિયાખેલે આરોપ લગાવ્યો કે આર્મીએ મીડિયાને આ ઘટનાને કવર કરવાથી રોકી દીધું છે. તેઓએ એમ પણ દાવો કર્યો કે યૂએન દ્વારા બ્લેકલિસ્ટ કરવામાં આવેલા આતંકવાદી જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરને તે જ હોસ્પિટલમાં દાખલ છે જ્યાં બ્લાસ્ટ થયો છે.
હોસ્પિટલમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં ઘાયલો અને મૃતકોની પુષ્ટિ સંખ્યા અધિકૃત ખુલાસો નથી થઈ શક્યો, પરંતુ સૂત્રોએ ઓછામાં ઓછા 16 લોકોને ગંભીર હાલતમાં આઈસીયૂમાં દાખલ કરવાની વાત કહી છે. મસૂદ અઝહર પણ આઈસીયૂમાં જ સારવાર લઈ રહ્યો છે. હાલ વિસ્ફોટના કારણો વિશે જાણી નથી શકાયું.