Home Politics SCOમાં પાકિસ્તાન પર પીએમ મોદીની ગર્જના,આતંકને ઉછેરતાં દેશો ફરીથી વિચારી લેજો

SCOમાં પાકિસ્તાન પર પીએમ મોદીની ગર્જના,આતંકને ઉછેરતાં દેશો ફરીથી વિચારી લેજો

પીએમ મોદીએ આતંકવાદને સમર્થન, પ્રોત્સાહન અને વિત્ત પ્રદાન કરનાર રાષ્ટ્રોને જવાબદાર ગણાવવાની વ્યકત કરી આવશ્યકતા

Face Of Nation:કિર્ગિસ્તાનના બિશ્કેકમાં આયોજિત શાંઘાઈ કોઓપરેશન કાઉન્સિલ (SCO) ની બેઠકનો આજે બીજો દિવસ છે. SCO સમિટમાં આજે નેતાઓનાં સંબોધનની શરૂઆત થઈ હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બેઠકમાં સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે, આધુનિક સમયમાં કનેક્ટિવિટી ખુબ જ જરૂરી છે. લોકોનું એકબીજા સાથે સંપર્કમાં રહેવું જરૂરી છે. ટૂંક સમયમાં જ ભારતની વેબસાઈટ પર રશિયાની ટૂરિઝમની જાણકારી પણ હશે. આ ઉપરાંત અફઘાનિસ્તાનનાં લોકો સાથે મળીને અમે આગળ વધીશું.

આ ઉપરાંત પીએમ મોદીએ કહ્યું કે, બહુપક્ષીય વેપાર પ્રણાણીની પણ જરૂર છે. જળવાયુ પરિવર્તન માટે ભારત પ્રતિબદ્ધ છે. સાથે તેઓએ કહ્યું કે, આતંકવાદ આ સમયની સૌથી મોટી સમસ્યા બની ચૂક્યો છે. આતંકવાદથી નિપટવા માટે એસસીઓ દેશોને સાથે આવવું પડશે.

પીએમ મોદીએ કહ્યું કે, આતંકવાદને સમર્થન, પ્રોત્સાહન અને વિત્ત પ્રદાન કરનાર રાષ્ટ્રોને જવાબદાર ગણાવવા જરૂરી છે. માનવતાવાદી તાકાતોને આતંકની સામે પોતાના સંકીર્ણ લિમિટમાંથી બહાર આવવાની જરૂર છે.

સાથે જ પાકિસ્તાનનું નામ લીધા વગર વડા પ્રધાન મોદીએ કહ્યું કે, આતંકને ઉછેરનારા દેશોને ફરીથી વિચારવાની જરૂર છે.