Face Of Nation 21-03-2022 : ડિસેમ્બર 2019 મીડિયામાં અનેક અહેવાલો આવ્યા હતા.જેમાં ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર દ્વારા મોટાપાયે બ્રાઇડ ટ્રાફિકિંગનો પર્દાફાશ થયો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાની બહેનો અને પુત્રીઓના ચીનના માણસો સાથે ગેરકાયદેસર રીતે લગ્ન કરવામાં આવે છે. બીજીતરફ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ કેસમાં મોટા ભાગના આરોપીઓને જામીન આપવામાં આવ્યા છે. માહિતી મુજબ તપાસકર્તાઓ પર પાકિસ્તાની સત્તાવાળાઓ દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું. સાથે જ પત્રકારોને પણ આ મુદ્દે ચૂપ કરાવવામાં આવ્યા હતા.જેને કારણે આ મામલો વધુ વણસ્યો છે.
મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરી રહી છે સ્ત્રીઓ
એક અહેવાલમાં પાકિસ્તાનની બેશરમીની પુષ્ટી કરવામાં આવી છે. એવું કહેવાય છે કે જે બહેન-દીકરીઓનો સોદો કરીને પાકિસ્તાનથી ચીન લઈ જવામાં આવી તેમની હાલત ખુબ ખરાબ છે. ચીન પહોંચ્યા બાદ તેઓ ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છે. તેઓને વેશ્યાવૃત્તિ અને ગર્ભધારણ માટે ફરજ પાડવામાં આવી રહી છે.
દાણચોરીના કિસ્સાઓ પર ફરીથી પ્રકાશ પડ્યો
ત્યારે હવે બ્રુકિંગ્સ ફોરેન પોલિસીના અહેવાલમાં પાકિસ્તાનથી દુલ્હનોની દાણચોરીના કિસ્સાઓ પર ફરીથી પ્રકાશ પડ્યો છે. આ પીડિતોના પરિવારોને પૈસા અને ચીનમાં સારા જીવનના વચનની લાલચ આપવામાં આવતી હતી. પરંતુ, જ્યારે આ લોકો ‘સાસરે’ પહોંચી ત્યારે વરવી વાસ્તવિકતા અરીસાની જેમ બહાર આવી.તેમને ચીનમાં બળજબરીથી ગર્ભાવસ્થા, વેશ્યાવૃત્તિ અને અત્યંત મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી પસાર થવાનો વારો આવ્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).