Home Uncategorized પાકિસ્તાને કાયરતાપૂર્વક સીઝફાયરનું કર્યું ઉલ્લંઘન,ભારતીય સેનાનો એક જવાન શહીદ

પાકિસ્તાને કાયરતાપૂર્વક સીઝફાયરનું કર્યું ઉલ્લંઘન,ભારતીય સેનાનો એક જવાન શહીદ

JAMMU, INDIA - OCTOBER 10: Indian army soldiers take position near the Line of Control on October 10, 2016 in Nowshera sector, about 145 km from Jammu, India. (Photo by Nitin Kanotra/Hindustan Times via Getty Images)

Face Of Nation:જમ્મુ-કાશ્મીરના રાજૌરીના નૌશેરા સેક્ટરમાં શનિવાર સવારથી પાકિસ્તાન સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. પાકિસ્તાન દ્વારા ચાલુ ગોળીબારમાં ભારતીય સેનાનો એક જવાન શહીદ થયો છે.

એએનઆઈના અહેવાલ મુજબ, રાજૌરીના નૌશેરા સેક્ટરમાં શનિવારે સવારે 6:30 કલાકે પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. આ ફાયરિંગમાં ભારતીય સેનાના લાન્સ નાઇક સંદીપ થાપા શહીદ થયા છે. પાકિસ્તાન તરફથી ફાયરિંગ ચાલુ છે, જેમા ભારતીય સેના સતત લડત આપી રહી છે.