Face Of Nation: દુનિયાભરની સામે પોતાની આર્થિક સ્થિતિ સુધારવા માટે ભીખ માંગી રહેલા પાકિસ્તાનને જોરદાર આંચકો લાગ્યો છે. ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ના એશિયા પેસિફક ગ્રુપે શુક્રવારે પાકિસ્તાનને વૈશ્વિક માપદંડોને પૂરા કરવામાં નિષ્ફળ રહેતા બ્લેકલિસ્ટમાં મૂકી દીધું.સમાચાર એજન્સી પીટીઆઈએ ભારતીય અધિકારીઓના હવાલાથી જણાવ્યું કે, એફએટીએફે મની લોન્ડ્રિંગ અને ટેરર ફાઇનાન્સિંગના 40માંથી 32 માપદંડો પર પાકિસ્તાનને અયોગ્ય પામ્યું.
એફએટીએફ તરફથી કોઈ દેશને બ્લેકલિસ્ટ કરવાનો અર્થ એ છે કે તે દેશ મની લોન્ડરિંગ અને આતંકી પ્રવૃત્તિઓ માટે ફંડિંગની વિરુદ્ધ વૈશ્વિક લડાઈમાં સહયોગ ન કરી શકે. એવામાં એફએટીએફ તરફથી પાકિસ્તાનને બ્લેકલિસ્ટ કર્યા બાદ તેનાથી આઈએમએફ, વર્લ્ડ બેન્ક, યૂરોપીય સંઘ જેવા બહુપક્ષીય લોન આપનારા તેનું ગ્રેડિંગ ઘટાડી શકે છે. જેથી દુનિયાભરના દેશો તરફથી આર્થિક સહાયતા મળવાના રસ્તા સમર્ગપણે બંધ થઈ જશે.