Home News પાકિસ્તાનના પેશાવરમાં મસ્જિદની થયો ભયાનક વિસ્ફોટ, 30ના મોત

પાકિસ્તાનના પેશાવરમાં મસ્જિદની થયો ભયાનક વિસ્ફોટ, 30ના મોત

Face Of Nation 04-03-2022 : પાકિસ્તાનના પેશાવરમાં એક મસ્જિદની અંદર જોરદાર વિસ્ફોટ થયો હતો. જેમાં ઓછામાં ઓછા 30 લોકોના મોત થયા છે અને 50 લોકો ઘાયલ થયા છે. હોસ્પિટલના અધિકારીઓનું કહેવું છે કે, લેડી રીડિંગ હોસ્પિટલમાં 30 મૃતદેહો લાવવામાં આવ્યા છે. આ ઘટના કોચા રિસાલદાર વિસ્તારની છે.
ચારે બાજુ ધૂળની ડમરીઓ અને લોકોના મૃતદેહો
પોલીસના જણાવ્યા મુજબ બે હુમલાખોર મસ્જિદમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યા હાજર બન્ને પોલીસમેને તેમને પડકાર્યા હતા અને ફાયરિંગ થયું હતું. જેમાં એક પોલીસ જવાન સહિત થયો હોત અને બીજો ગંભીર રીતે ઘાયલ થયો છે. ત્યાર બાદ આ હુમલાખોરોએ મસ્જિદમાં બ્લાસ્ટ કર્યો હતો. નજરે જોનારનું કહેવું હતું કે આ પ્રચંડ વિસ્ફોટ હતો, જ્યારે મેં આખો ખોલી તો ચારે બાજુ ધૂળની ડમરીઓ અને લોકોના મૃતદેહો હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).