Home News ‘રમઝાન’માં બકરી ફસાઈ!; ઇમરાન ખાનને પ્રધાનમંત્રી પદેથી દૂર થવા કેબિનેટ સચિવાલયનું ‘નોટિફિકેશન’!

‘રમઝાન’માં બકરી ફસાઈ!; ઇમરાન ખાનને પ્રધાનમંત્રી પદેથી દૂર થવા કેબિનેટ સચિવાલયનું ‘નોટિફિકેશન’!

Face Of Nation 04-04-2022 : પાકિસ્તાન સરકાર તરફથી પ્રસિદ્ધ કરવામાં આવેલા એક પરિપત્ર એટલે કે નોટિફિકેશનમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈમરાન ખાન સત્તાવાર રીતે હવે પાકિસ્તાનના પ્રધાનમંત્રી પદ ઉપર રહ્યા નથી. આ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ તરફથી નેશનલ એસેમ્બલી ભંગ કરવામાં આવી છે. બીજી બાજુ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ડો.આરિફ અલ્વીએ નેશનલ એસેમ્બલીને ભંગ કરવાની મંજૂરી આપી છે. ઈસ્લામિક રિપલ્બિક ઓફ પાકિસ્તાનના બંધારણની કલમ 48(1)ના વાંચવામાં આવેલ કલમ 58(1)ની જોગવાઈ હેઠળ નેશનલ એસેમ્બલીને ભંગ કરવામાં આવે છે, અને ઈમરાન અહેમદ ખાન નિયાજીનો પાકિસ્તાનના પ્રધાનમંત્રી પદ પરનો કાર્યકાળ સમાપ્ત કરવામાં આવે છે તેમ તારીખ 3 એપ્રિલ,2022ના રોજ એડિશનલ સેક્રેટરી દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં જણાવાયું છે. આ સાથે કેબિનેટ સચિવની આ નોંધમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ઈમરાન ખાન હવે વડાપ્રધાન પર ઉપર રહ્યા નથી અને દેશ અત્યારે બ્યૂરોક્રેટ દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે.
રાષ્ટ્રપતિએ સંસદ ભંગ કરી, 90 દિવસમાં ચૂંટણી યોજાશે
ઈમરાન ખાનની ભલામણ બાદ પાકિસ્તાનના રાષ્ટ્રપતિએ સંસદ ભંગ કરી દીધી હતી. વાસ્તવમાં, ઈમરાન ખાને રાષ્ટ્રને પોતાના સંબોધનમાં સંસદ ભંગ કરવાની ભલામણ કરી હતી. જેના અડધા કલાક બાદ જ રાષ્ટ્રપતિએ પોતાનો નિર્ણય જણાવતા સંસદ ભંગ કરી હતી. જેથી હવે પાકિસ્તાનમાં 90 દિવસમાં ચૂંટણી યોજાશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).