Home Uncategorized કાયર પાકિસ્તાનની નાપાક હરકત, ગુજરાતની બોટ પર કર્યું ફાયરિંગ, એક માછીમારનું મોત

કાયર પાકિસ્તાનની નાપાક હરકત, ગુજરાતની બોટ પર કર્યું ફાયરિંગ, એક માછીમારનું મોત

Face Of Nation, 07-11-2021: પાકિસ્તાન પોતાની નાપાક હરકતથી બાઝ આવતુ નથી. અવારનવાર પાકિસ્તાન મરીન ભારતીય સીમામાં ઘૂસી આવે છે. ત્યારે પાકિસ્તાન મરીન દ્વારા ગુજરાતની બોટ પર ફાયરિંગ કરવામાં આવ્યુ છે. આ ફાયરિંગ માં એક માછીમારનું મોત નિપજ્યુ છે.

ગુજરાતની અનેક બોટ સમુદ્રમાં રોજ માછીમારી કરવા જાય છે. ત્યારે માછીમારી કરતા સમયે અનેકવાર પાકિસ્તાની મરીન ગાર્ડસનો સામનો થતો હોય છે. સમુદ્રમાં માછીમારી કરવા ગયેલી ગુજરાતની બોટ પર પાકિસ્તાન મરીન દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે. દ્વારકાની જલપરી નામની બોટ દરિયામાં માછીમારી કરવા ગઈ હતી. ત્યારે આ બોટ પર ફાયરિંગ પાકિસ્તાન મરીન દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે.

ફાયરીંગની ઘટનામાં એક માછીમારનુ મોત નિપજ્યું છે. તથા અન્ય એક માછીમારને ઈજા પહોંચી છે. આ ઘટનામાં જલપરી બોટને ભારે નુકસાન પહોંચ્યુ છે. બોટના કાચ તૂટ્યા છે. ત્યારે ઓખા મરીન દ્વારા આ બોટને દરિયાકાંઠે લાવી પંચનામું કરવાની તજવીજ હાથ ધરાઈ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)