Home World પાક.માં ગણેશજીનું મંદિર તોડફોડ મામલે ઇમરાન ખાને તોડ્યું મૌન, ભારતે અપનાવ્યું હતું...

પાક.માં ગણેશજીનું મંદિર તોડફોડ મામલે ઇમરાન ખાને તોડ્યું મૌન, ભારતે અપનાવ્યું હતું આકરું વલણ

Face Of Nation, 06-08-2021: વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિન્દમ બાગચીએ કહ્યું કે ભારતે પાકિસ્તાનમાં લઘુમતી સમુદાયોની ધાર્મિક સ્વતંત્રતા પર સતત હુમલાને લઈને પોતાની ગંભીર ચિંતાઓથી પણ પાકિસ્તાની રાજનયિકને માહિતગાર કર્યા. બાગચીએ મીડિયા બ્રિફિંગમાં કહ્યું કે અહીં પાકિસ્તાની ઉચ્ચાયોગના પ્રભારીને આજે બપોરે તલબ કરાયા અને પાકિસ્તાનમાં થયેલી આ નિંદનીય ઘટનાને લઈને તથા લઘુમતી સમુદાયોની ધાર્મિક સ્વતંત્રતા તથા તેમના ધાર્મિક સ્થળો પર સતત થઈ રહેલા હુમલા પર પોતાની ગંભીર ચિંતા વ્યક્ત કરતા આકરો વિરોધ નોંધાવ્યો.

આ બાજુ પ્રધાનમંત્રી ઈમરાન ખાને પણ આ અંગે ટ્વીટ કરી. તેમણે લખ્યું ‘ભુંગમાં ગણેશ મંદિર પર થયેલા હુમલાની કડક નિંદા કરું છું. મે પહેલા જ પંજાબ આઈજી અને તમામ દોષિતોની ધરપકડ સુનિશ્ચિત કરવા તથા પોલીસની કોઈ પણ બેદરકારી વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે કહ્યું છે. સરકાર મંદિરનો જીર્ણોદ્ધાર પણ કરશે.’

ઉલ્લેખની છે કે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં મુસ્લિમ સમુદાયના લોકોએ હિન્દુઓના એક મંદિર પર હુમલો કર્યો. ત્યારબાદ મંદિરના કેટલાક ભાગોમાં આગ લગાવી દીધી અને મૂર્તિઓને ખંડિત કરી. જ્યારે પોલીસ આ ભીડને રોકવા માટે અસમર્થ રહી તો હાલાતને કાબૂમાં કરવા માટે પાકિસ્તાની રેન્જર્સના જવાનોને બોલાવવામાં આવ્યા. લાહોર પોલીસના જણાવ્યાં મુજબ રહીમ યાર ખાન જિલ્લાના ભુંગ શહેરમાં ભીડે બુધવારે હિન્દુ મંદિર પર હુમલો કર્યો હતો. આ સ્થળ લાહોરથી લગભગ 590 કિમી દૂર છે અને જણાવ્યું છે કે કથિત રીતે એક મદરસાની બેઅદબીની ઘટના બાદ કેટલાક લોકોના ભડકાવવા પર ભીડે આ ઘટનાને અંજામ આપ્યો.

એક અધિકારીએ જણાવ્યું કે ગત અઠવાડિયે આઠ વર્ષના હિન્દુ બાળકે વિસ્તારના મદરસાના પુસ્તકાલયમાં કથિત રીતે પેશાબ કર્યો હતો. ત્યારબાદ ભુંગમાં તણાવ ફેલાઈ ગયો. આ વિસ્તારમાં હિન્દુ અને મુસલમાન સમુદાયના લોકો દાયકાઓથી શાંતિપૂર્ણ રીતે રહેતા આવ્યા છે. પાકિસ્તાન તહરીક એ ઈન્સાફના સાંસદ ડો.રમેશ કુમાર વાંકવાનીએ બુધવારે મંદિર પર હુમલાનો એક વીડિયો ટ્વિટર પર શેર કર્યો અને કાયદા પ્રવર્તન એજન્સીઓને અપીલ કરી કે તેઓ ‘આગજની અને તોડફોડ’ રોકવા માટે જલદી ઘટનાસ્થળે પહોંચે.

તેમણે આ ઘટના સંદર્ભે અનેક ટ્વીટ કરી અને તેમાં કહ્યું કે રહીમ યાર ખાન જિલ્લાના ભુંગ શહેરમાં એક હિન્દુ મંદિર પર હુમલો. કાલે હાલાત ખુબ તણાવપૂર્ણ હતા. સ્થાનિક પોલીસની શરમજનક બેદરકારી, ચીફ જસ્ટિસને કાર્યવાહી કરવાની અપીલ કરું છું. રહીમ યાર ખાનના જિલ્લા પોલીસ અધિકારી અસદ સરફરાઝના જણાવ્યાં મુજબ કાયદા પ્રવર્તન એજન્સીઓએ હાલાત કાબૂમાં કરવા માટે ભીડને વેર વિખેર કરી હતી. તેમણે કહ્યું કે રેન્જર્સને બોલાવવામાં આવ્યા અને હિન્દુ મંદિરની આજુબાજુ તૈનાત કરાયા.

ડીપીઓએ જણાવ્યું કે વિસ્તારમાં લગભગ 100 હિન્દુ પરિવારો રહે છે અને કોઈ પણ અપ્રિય સ્થિતિથી બચવા માટે પોલીસને તૈનાત કરાઈ છે. આ ઘટના સંદર્ભે હજુ કોઈ ધરપકડ થઈ નથી. તેમણે કહ્યું કે અમારી પહેલી પ્રાથમિકતા કાયદો વ્યવસ્થાને બહાલ કરવાની અને લઘુમતી સમુદાયને સુરક્ષા આપવાની છે. એક અન્ય પોલીસ અધિકારીએ કહ્યું કે મંદિરને ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત કરાયું છે. હુમલાખોરો પાસે ડંડા, પથ્થર અને ઈંટો હતી. ધાર્મિક નારા લગાવતી ભીડે મૂર્તિઓ તોડી અને મંદિરના એક હિસ્સાને બાળી મૂક્યો.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે પુસ્તકાલયને કથિત રીતે અપવિત્ર કરનારા આઠ વર્ષના બાળક વિરુદ્ધ ઈશનિંદાનો મામલો નોંધીને તેની ગત અઠવાડિયે ધરપકડ થઈ હતી. તે સગીર છે આથી તેને ત્યારબાદ જામીન પર છોડી મૂકાયો હતો. તેમણે જણાવ્યું કે બુધવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને ભુંગના લોકોને આ ઘટનાનો બદલો લેવા માટે ઉક્સાવવામાં આવ્યા અને ત્યારબાદ મંદિરની બહાર ભીડ ભેગી થવાની શરૂ થઈ અને પછી હુમલો કરાયો. સરફરાઝે કહ્યું કે અમે મંદિર પર હુમલો કરનારા લોકોને ઉક્સાવનારા ઉપદ્રવીઓની ધરપકડ કરીશું.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)