Face Of Nation:પાકિસ્તાની એરસ્પેસ બંધ થવાથી ભારતીય એરલાઇન્સને મોટો ફટકો પડ્યો છે, પરંતુ ભારત કરતાં પાકિસ્તાનની જ્યારે આર્થિક સ્થિતિ કફોડી છે તો તેને મોટી નુકસાની વધુ થઇ છે. ભારતમાંથી બીજા દેશોમાં જતા વિમાનોને પાકિસ્તાની એરસ્પેસને છોડી વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવો પડે છે, તેના લીધે ઉડાનના સમય અને ખર્ચમાં વધારો થાય છે. તો બીજીબાજુ તેના પ્રભાવથી પાકિસ્તાન પર પણ ભારે અસર પડે છે. ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં અંદાજે 400 ફ્લાઇટ દરરોજ પાકિસ્તાનના એરસ્પેસનો ઉપયોગ કરી શકતી નથી. તેના લીધે તેને 100 મિલિયન ડોલર (અંદાજે 688 કરોડ રૂપિયા)નું નુકસાન થયું છે.
પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલા બાદ ભારતે બાલાકોટમાં એરસ્ટ્રાઇક કરીને આતંકી ઠેકાણાઓને નષ્ટ કર્યા હતા. ત્યારબાદથી પાકિસ્તાને પોતાના 11માંથી 9 હવાઇ રસ્તાને બંધ કર્યા છે. હાલ પાકિસ્તાનના માત્ર બે હવાઇ રસ્તા જ ચાલુ છે, જે દક્ષિણ પાકિસ્તાનમાંથી થઇને પસાર થાય છે.
જ્યારે ભારતીય વાયુ સેના એ 31મી મેની જાહેરાત કરી હતી કે બાલાકોટ સ્ટ્રાઇક બાદ ભારતીય એરસ્પેસ પર લગાવેલ તમામ અસ્થાયી પ્રતિબંધ હટાવી દેવામાં આવે છે.
તો દેશ હવાઇ રસ્તાથી કંઇ રીતે કમાય છે?
એરટોલ: એરલાઇન્સ એ દેશના સિવિલ એવિએશન પ્રશાસનને એક રકમ આપે છે જેના એરસ્પેસનો ઉપયોગ કરે છે. આ રકમ એરક્રાફ્ટના ટાઇપ, સફર કરનાર અંતર, એરક્રાફ્ટના લગભગ વજન પર નિર્ભર કરે છે. પાકિસ્તાનના મામલામાં બોઇંગ 737ને એરસ્પેસનો ઉપયોગ કરવાની અવેજમાં 580 ડોલર રૂપિયા ચૂકવવા પડે છે, જ્યારે એરબસ 380 કે બોઇંગ 747 માટે આ રકમ વધારાય છે.
શું બધા એરસ્પેસ આટલા મોંઘા હોય છે ? ના ઉદાહરણ તરીકે એરપ્લેનનું વજન નક્કી કરવાના અંતરના હિસાબથી પૈસા ચૂકવે છે, જ્યારે તેને દક્ષિણી પાડોશી દેશ (જેમકે અમેરિકા) માત્ર નક્કી કરેલ અંતરનો ચાર્જ લે છે. જો કે આટલા ઉદાર એટલા માટે કારણ કે તેનું એરસ્પેસ માત્ર તેના જમીની વિસ્તાર સુધી સીમિત નથી, પરંતુ ફિલિપાઇન્સ સુધી ફેલાય છે. તેનો મતલબ છે કે જાપાનથી ન્યૂઝીલેન્ડથી જનાર ફ્લાઇટ જે મહાદ્વીપ સંયુકત રાજ્ય અમેરિકામાંથી પસાર થાય છે. અમેરિકા તેના માટે 26.51 ડોલર પ્રતિ નોટિકલ માઇલ્સ (અંદાજે 185.2 કિલોમીટર)નો ચાર્જ લે છે.
ભારત કેટલું મોંઘુ છે?
ડીજીસીએ એ ભારતમાં ઓવરફ્લાઇટ અને લેન્ડિંગ ચાર્જ નક્કી કર્યો છે. તેમાં સ્થાનિક ઉડાનોને આંતરરાષ્ટ્રીય ઉડાનો કરતાં વધુ ચૂકવણી કરવાની હોય છે. રકમ ચૂકવવા માટે નક્કી કરાયેલા રસ્તાને નોટિકલ માઇલ્સના હિસાબથી ગણતરી કરાય છે અને ફ્લાઇટનું વજન જોવામાં આવે છે. જો ફલાઇટ ભારતની જમીન પર લેન્ડ કરે છો તો તેના માટે 5330 રૂપિયા વધુ આપવા પડે છે. જો ફલાઇટ ભારતીય જમીનનો ઉપયોગ કર્યા વગર અહીંના એરસ્પેસમાંથી પસાર થાય છે તો એરસ્પેસ ફી નક્કી કરાયેલા અંતર અને વજન ચાર્જની સાથે 5080 સુધી વધુ આપવા પડે છે.
પાકિસ્તાનનં એરસ્પેસ બંધ હોવાથી ભારતીય વિમાન એર ઈન્ડિયાને 2 જુલાઇ સુધીમાં 491 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ માહિતી સિવિલ એવિએશન મિનિસ્ટર હરદીપ સિંહ પુરીએ રાજ્યસભામાં આપી. ખાનગી એરલાઇન્સમાં સ્પાઇસજેટને 30.73 કરોડ, ઇન્ડિગોને 25.1 કરોડ, અને ગોએરને 2.1 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
ચાર્જમાં શું અંતર?
1944માં અમેરિકાએ શિકાગોમાં ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન કન્વેંશનનું આયોજન કર્યું. અમેરિકા ઇચ્છતું હતું કે દેશોની વચ્ચે કોમર્શિયલ વિમાનો માટે હવાઇ પ્રતિબંધ ખત્મ કરી દેવામાં આવે. આ વાતચીત નિષ્ફળ ગઇ અને દેશોએ પોત-પોતાના હિસાબથી પોતાના એરસ્પેસ માટે રકમ લેવાની શરૂ કરી દીધી છે.