Home Sports IPL-2022: પંજાબે ચેન્નઈને 11 રને હરાવ્યું, ગબ્બરના 88* રન, ધોની અને જાડેજા...

IPL-2022: પંજાબે ચેન્નઈને 11 રને હરાવ્યું, ગબ્બરના 88* રન, ધોની અને જાડેજા મેચ ન જિતાડી શક્યા!

Face Of Nation 25-04-2022 : IPL 2022ની 38મી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં ચેન્નઈ સુપર કિંગ્સે ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી હતી. પંજાબ કિંગ્સે 20 ઓવરમાં 3 વિકેટના નુકસાને 187 રન કર્યા છે. જેના જવાબમાં ચેન્નઈએ 5 વિકેટના નુકસાને 160+ રન કર્યા છે. તો બીજીતરફ શિખર ધવને શાનદાર બેટિંગ કરીને તેની IPL કરિયરની 46મી ફિફ્ટી 37 બોલમાં પૂરી કરી હતી. આ સિઝનમાં ચેન્નઈ સામે ધવનનો આ બીજો 50+ સ્કોર છે. તેણે 59 બોલમાં અણનમ 88 રનની ઇનિંગ રમી હતી. તેવામાં IPLની 200મી મેચમાં કોઈપણ ખેલાડી દ્વારા રમેલી આ સૌથી મોટી ઈનિંગ્સ છે.
ચેન્નઈ ટૂર્નામેન્ટમાં કમબેક કરી રહ્યું છે
ચેન્નઈ સુપર કિંગ્સની અત્યાર સુધીની સફર મિશ્ર રહી છે. ગત વર્ષનો ઓરેન્જ કેપ વિજેતા ઋતુરાજ ગાયકવાડના શરૂઆતની કેટલીક મેચોમાં ખરાબ પ્રદર્શનને કારણે ટીમ પર અસર પડી રહી છે. ટોપ ઓર્ડર યોગ્ય શરૂઆત આપી ન શકતા, મિડલ ઓર્ડર પણ પોતાની જવાબદારી નિભાવી શક્યું નથી.
ચેન્નઈના અનુભવી બેટરની બોલબાલા
આ સિઝનમાં રોબિન ઉથપ્પાથી લઈ મહેન્દ્ર સિંહ ધોની શાનદાર બેટિંગ કરી રહ્યા છે. તેમના ફોર્મને જોતા હવે યુવા ખેલાડીએ પણ પોતાના આક્રમક અંદાજે પ્રદર્શન આપવાનું શરૂ કરી દીધું છે. જો હવે કેપ્ટન જાડેજા પોતાના પહેલા જેવા ફોર્મમાં આવી જશે તો ટીમ ફરીથી વિનિંગ ટ્રેક જાળવી રાખવા સજ્જ રહેશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).