Face of Nation 21-12-2021: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ હેડ કલાર્ક પેપર લીક મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. આ કૌભાંડ સામે આવ્યા પછી આ પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ જાહેરાત કરી હતી. આ કૌભાંડમાં તમામ 14 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, પરીક્ષાર્થીઓના હિતમાં હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો છે. હેડ ક્લાર્કની લેખિત પરીક્ષા રદ કરવામાં આવે છે. હેડ ક્લાર્કની પુનઃ પરીક્ષા માર્ચ મહિનામાં લેવામાં આવશે. કોઈની ઉંમર વધુ થતી હશે તો તેને છુટછાટ આપવામાં આવશે. ગૌણ સેવા પસંદગી મંડળ સાથે ચર્ચા કર્યા બાદ હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો છે. પરીક્ષા યોજાઇ તે પહેલા જ પેપરલીક કાંડના આરોપીઓને સજા થાય તેવો દાખલો બેસાડીશું.
પેપર લીક કાંડમાં તાત્કાલીક તપાસના આદેશ અપાયા. પેપર લીક કાંડના મીડિયાના અહેવાલ બાદ પોલીસે ત્વરીત કાર્યવાહી કરી. પેપર લીક કાંડ કેસમાં પ્રાંતિજ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી. પેપર લીક કાંડ કેસમાં અત્યાર સુધીમાં 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આજદીન સુધીમાં 30 લાખની રોકડ જપ્ત કરી છે. આવનારા દિવસોમાં રોકડની રકમ વધશે તેવી આશંકા છે. તમામ આરોપીઓ સામે કડકમાં કડ પગલા લેવામાં આવશે. આ ઐતિહાસિક સમય મર્યાદામાં પૂર્ણ થાય તેવું સંકલન કરાશે. ફાસ્ટ્ર ટ્રેક કોર્ટમાં ઝડપથી કેસ ચલાવવા માટે વિભાગો વચ્ચે સંકલન કરાશે.
હેડ કલાર્ક પેપર લીક મામલે પોલીસે મુખ્ય આરોપી જયેશ પટેલની ધરપકડ કરી લીધી છે. જયેશ પટેલ સહિત બે પરિક્ષાર્થીની પણ ધરપકડ કરાઈ. રિતેશ પ્રજાપતિ અને રોનક સાધુની ધરપકડ કરાઈ. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).