Home Uncategorized ભાવિ પત્રકારો ‘ઉલ્લુ બનાયા’; ગુજરાત યુનિ.માં જર્નાલિઝમનું પેપર સિલેબસ બહારનું પૂછાતા વિદ્યાર્થીઓનો...

ભાવિ પત્રકારો ‘ઉલ્લુ બનાયા’; ગુજરાત યુનિ.માં જર્નાલિઝમનું પેપર સિલેબસ બહારનું પૂછાતા વિદ્યાર્થીઓનો હોબાળો,ગ્રેસિંગથી પાસ કરવા કરી માંગ!

Face Of Nation 19-04-2022 : ગુજરાત યુનિવર્સિટીમાં હાલ વિવિધ વિદ્યાશાખાઓની પરીક્ષા ચાલી રહી છે, ત્યારે આજે જર્નાલિઝમનું સેમેસ્ટર-6નું અંતિમ પેપર હતું. જેમાં સિલેબસ બહારનું પેપર પૂછવામાં આવ્યું હતું અને પેપર બદલી ના આપતા વિદ્યાર્થીઓએ પરીક્ષા બાદ હોબાળો કર્યો હતો અને ગ્રેસિંગથી પાસ કરવા માંગણી કરી છે. પેપરમાં 8 પ્રશ્નોમાંથી 6 પ્રશ્નો સિલેબસ બહારના હતા. આ પરીક્ષા ગુજરાત યુનિવર્સિટી એફીલેટેડ NIMCJ અને ચીમનભાઈ પટેલ કોલેજના કુલ 60 વિદ્યાર્થીઓની હતી.
ખંડ નિરીક્ષકે વિદ્યાર્થીઓને કહ્યું પેપર સિલબેસ બહારનું નથી
ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલા સ્વામી વિવેકાનંદ સંકુલમાં જર્નાલિઝમનું સેમેસ્ટર-6નું એડવાન્સ્ડ ડિજિટલ માર્કેટિંગનું પેપર હતું. આ પેપર હાથમાં આવતા જ વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાયા હતા, કારણ કે આજનું પેપર સિલેબસ બહારનું હતું. આ અંગે ખંડ નિરીક્ષકને જાણ કરી ત્યારે ખંડ નિરીક્ષકે યુનિવર્સિટીમાં વાત કરી, પરંતુ ત્યાંથી કહેવામાં આવ્યું કે પેપર સિલબેસ બહારનું નથી, જેથી વિદ્યાર્થીઓને જે પેપર આપવામાં આવ્યું છે, તે જ લખવા માટે કહેવામાં આવ્યું હતું. જે બાદ વિદ્યાર્થીઓ પરીક્ષા આપીને નીચે આવ્યા અને કેમ્પસમાં હોબાળો કર્યો હતો. વિદ્યાર્થીઓએ આ અંગે ગુજરાત યુનિવર્સિટીમાં પણ રજુઆત કરી હતી.
યુનિ.એ કહ્યું પેપર સિલેબસનું જ છે, તમારે લખવું પડશે
આ અંગે ઉમંગ મોજીદ્રા નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે અમને ખબર પડી કે 8 પ્રશ્નો હતા, તેમાંથી 2 જ પ્રશ્ન સિલેબસના હતા, જ્યારે બાકીના બધા સિલેબસ બહારના હતા. ગુજરાત યુનિવર્સિટીએ પણ એવું કહ્યું કે પેપર સિલેબસનું જ છે અને તમારે લખવું પડશે. એક વિદ્યાર્થી નહીં તમામ વિદ્યાર્થીને આ સમસ્યા થઈ છે.
અમને ગ્રેસિંગ આપીને પાસ કરવા જોઈએઃ વિદ્યાર્થી
અન્ય એક વિદ્યાર્થી હેમલ વેગડાએ જણાવ્યું હતું કે એક જ પ્રશ્ન સિલેબસનો હતો, ત્યારે હવે કેવી રીતે માર્ક્સ લાવી શકીએ તો અમને ગ્રેસિંગ આપીને પાસ કરવા જોઈએ એક 14 માર્કસનો પ્રશ્ન જ સિલેબસનો હતો જેના આધારે કોઈ પાસ નહીં થઈ શકે.
ફેકલ્ટી મુજબ પેપર બરોબર જ છેઃ પરીક્ષા નિયામક
આ મામલે પરીક્ષા નિયામક કલ્પેન વોરાએ જણાવ્યું હતું કે અમને વિદ્યાર્થીઓના પેપર બાબતે ફરિયાદ મળી હતી. અમે ફેકલ્ટી સાથે વાત કરી હતી તેમણે કહ્યા મુજબ પેપર બરોબર જ છે, જેથી પેપર બદલ્યું નથી. તો બીજીતરફ NIMCJના ડાયરેકટર શિરીષ કાશીકરે જણાવ્યું હતું કે આજનું પેપર ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવામાં આવ્યું હતું. પેપર સિલબેસ બહારનું હોવાનું મને જાણવા મળ્યું છે, પરંતુ તે અંગે નિર્ણય ગુજરાત યુનિવર્સિટી અને પરીક્ષા વિભાગે કરવાનો હોય છે. પેપર પણ પરીક્ષા વિભાગ દ્વારા સેટ કરવામાં આવે છે.
આ અંગે નિર્ણય યુનિવર્સિટી કરશેઃ હરિ દેસાઈ
ચીમનભાઈ પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ જર્નાલિઝમ અને માસ કોમ્યુનિકેશનના ડાયરેકટ હરિ દેસાઈએ જણાવ્યું હતું કે, પરીક્ષા ગુજરાત યુનિવર્સીટી દ્વારા લેવામાં આવે છે જેથી પેપર પણ ત્યાં જ કાઢવામાં આવે છે.સિલેબસ બહારનું નીકળ્યું હોવાની વિદ્યાર્થીઓની ફરિયાદ છે પરંતુ તે અંગે નિર્ણય યુનિવર્સિટી કરશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).