Face Of Nation, 03-09-2021: ટોક્યો પેરાલિમ્પિકમાં પ્રવીણ કુમારે હાઈ જમ્પમાં મેડલ જીત્યા બાદ અવની લેખરાએ શૂટરમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. પુરુષોની ટી-64 માં પ્રવીણ કુમારે હાઇ જમ્પમાં નવા એશિયન રેકોર્ડ સાથે સિલ્વર મેડલ જીત્યો છે. આ સાથે જ અવની લેખરાએ 50 મીટર એર રાઇફલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો અને ભારત માટે 12 મો મેડલ જીત્યો છે. આ ઉપરાંત બેડમિન્ટનના મિક્સ્ડ ડબલ્સમાં પલક કોહલી અને પ્રમોદ ભગત સેમી ફાઇનલમાં પહોંચી ગયા છે.
ભારતીય તીરંદાજ હરવિંદર સિંહ પુરુષોની રિકર્વ ઓપન એલિમિનેશન તીરંદાજીમાં આગલા રાઉન્ડમાં પહોંચી ગયા છે. સુહાસ એલ. યથીરાજ બેડમિન્ટનમાં પુરુષ સિંગલ્સ SL-4 મેચમાં પણ આગલા રાઉન્ડમાં પહોંચી ગયો છે. જ્યારે પ્રાચી કેનો સ્પ્રિન્ટની મહિલા સિંગલ્સની 200 મીટર VL-2 ઇવેન્ટમાં મેડલ ચૂકી ગઇ હતી.
ટોક્યો પેરાલિમ્પિક્સમાં દેશનું પ્રથમ ગોલ્ડ જીતનાર જયપુરની અવનીએ 50 મીટર એર રાઇફલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે એક ઓલિમ્પિક કે પેરાલિમ્પિકમાં બે મેડલ જીતનાર પ્રથમ ખેલાડી છે. દેવેન્દ્ર ઝાઝરિયાએ પેરાલિમ્પિક્સમાં ત્રણ મેડલ જીત્યા છે, જ્યારે સુશીલ કુમારે ઓલિમ્પિક કુસ્તીમાં બે મેડલ અને બેડમિન્ટનમાં પીવી સિંધુ બે મેડલ જીતી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)