https://youtu.be/Fo2ZVMygtBA
Face Of Nation 09-06-2022 : 48 વર્ષીય બોલિવૂડ એક્ટ્રેસ મહિમા ચૌધરીને બ્રેસ્ટ કેન્સર થયું હતું. હાલમાં જ અનુપમ ખેરે સોશિયલ મીડિયામાં આ અંગેનો વીડિયો પોસ્ટ કર્યો હતો. વીડિયોમાં મહિમાએ કહ્યું હતું કે, અનુપમ ખેરે તેને ફિલ્મ માટે ફોન કર્યો હતો અને પછી તેણે પોતાની બિમારી અંગે વાત કરી હતી. વીડિયોમાં વાત કરતા સમયે મહિમા એકદમ ભાવુક થઈ જાય છે અને તેની આંખમાં આંસુ આવી જાય છે. અનુપમ ખેરે આ વીડિયો શૅર કરીને મહિમાને હીરો ગણાવી હતી.
મહિમા ચૌધરીને બ્રેસ્ટ કેન્સર થયું
અનુપમ ખેરે સોશિયલ મીડિયામાં મહિમાનો વીડિયો શૅર કરીને કહ્યું હતું, ‘એક મહિના પહેલાં મેં મારી 525મી ફિલ્મ ‘ધ સિગ્નેચર’માં મહત્ત્વના રોલ માટે અમેરિકાથી મહિમાને ફોન કર્યો હતો. અમારી વાતચીત થતી હતી અને ત્યારે જ મને ખબર પડી કે મહિમાને બ્રેસ્ટ કેન્સર છે. તેના જીવન જીવવાની રીત તથા તેનો એટિટ્યૂડ અનેક મહિલાઓને પ્રેરણા આપી શકે છે.
એક્ટ્રેસ મહિમા ચૌધરી કમબેક માટે તૈયાર
અનુપમે કહ્યું હતું, ‘તે ઈચ્છતી હતી કે હું તેની આ જર્ની તમામ લોકોની સામે રજૂ કરું. તે જ્યારે લોકોને જાણ કરે ત્યારે હું તેનો હિસ્સો બનું. તેણે મારાં વખાણ કર્યાં, પરંતુ હું કહેવા માગીશ કે ‘મહિમા તું મારો હીરો છે.’ મિત્રો, તેને તમારો પ્રેમ, શુભકામના, પ્રાર્થના તથા આશીર્વાદ આપજો. હવે તે સેટ પર પરત ફરી છે. તે બીજીવાર ઊડવા માટે તૈયાર છે. તમામ પ્રોડ્યુસર્સ તથા ડિરેક્ટર્સ પાસે બ્રિલિયન્સને લેવાની તક છે. જય હો.’ મહિમાએ આ વીડિયો પોતાના સો.મીડિયામાં રિપોસ્ટ કરીને કહ્યું હતું, ‘તમારા પ્રેમ ને સપોર્ટ માટે આભાર, અનુપમ ખેર.’
મેં અનુપમ ખેરને હું સેટ પર વિગ સાથે આવીશ
મહિમાએ વીડિયોમાં કહ્યું હતું, ‘જ્યારે હું હોસ્પિટલમાં હતી ત્યારે અનુપમ ખેરનો ફોન આવ્યો હતો. અનુપમ ખેર અમેરિકામાં હતા એ વાતની મને ખબર હતી. આ વાતચીતમાં મેં તેમને કેન્સર હોવાની વાત કહી હતી. મને વેબ સિરીઝ ને ફિલ્મ માટે ઘણા ફોન આવતા હતા. જોકે વાળ ના હોવાથી મેં તમામ ઑફર્સ રિજેક્ટ કરી હતી. મેં અનુપમ ખેરને હું સેટ પર વિગ સાથે આવીશ એમ કહ્યું હતું. અનુપમ ખેરે સામે એવો સવાલ કર્યો હતો કે વિગ સાથે કેમ આવીશ? તો મેં એમ કહ્યું હતું કે ટ્રીટમેન્ટમાં મારા વાળ જતા રહ્યા છે.’
રૂટિન ચેકઅપમાં કેન્સર હોવાની વાત સામે
મહિમાએ કહ્યું હતું, ‘હું દર વર્ષે ઍન્યુઅલ ચેકઅપ કરાવું છું, એમાં સોનોગ્રાફી, બ્લડ ટેસ્ટ વગેરે થતા હોય છે. આ ટેસ્ટમાં બ્રેસ્ટમાં પ્રી-કેન્સર સેલ હોવાની જાણ થઈ હતી. આ સેલ ક્યારેક કેન્સરમાં કન્વર્ટ થાય છે તો ક્યારેક થતા નથી, આથી જ ડૉક્ટરે મને બાયોપ્સી કરાવવાનું કહ્યું હતું. તે નેગેટિવ આવી હતી. જોકે, મેં સર્જરી કરાવી હતી. સર્જરી બાદ એ તમામ સેલ્સની બાયોપ્સી કરવામાં આવી હતી અને એમાંથી એક નાના સેલમાં કેન્સર હોવાની જાણ થઈ હતી. ડૉક્ટરે જ્યારે કેન્સર હોવાની વાત કહી ત્યારે હું ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. ડૉક્ટરે સાંત્વના આપતાં કહ્યું હતું કે આની ટ્રીટમેન્ટ 100% શક્ય છે. મારી બહેન પણ મને કહેવા લાગી, ‘તું 70ના દાયકાની મહિલાની જેમ કેમ રડે છે’. કેન્સર શબ્દ જ ભયાનક છે. ડૉક્ટરે કિમોથેરપી માટે બૉડીમાં ગળા નીચે પોર્ટ મૂક્યું હતું.’
પેરેન્ટ્સને કેન્સર હોવાની જાણ કરી નહોતી
તેણે વધુમાં કહ્યું હતું કે તેણે ઘરે પેરેન્ટ્સને કેન્સર હોવાની વાત કહી નહોતી. તેની માતા છેલ્લાં બે વર્ષથી બીમાર હતી. તેણે એમ કહ્યું હતું કે બ્રેસ્ટમાં ગાંઠ છે અને એ 10 દિવસ મળશે નહીં, આ વાત સાંભળીને તેની માતાનું બ્લડપ્રેશર વધઘટ થવા લાગ્યું હતું અને તેમને હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે આ સારવાર દરમિયાન તે સહેજ પણ સ્ટ્રોંગ રહી શકી નહોતી. તે રડતી હતી, પરંતુ તેની બહેન, ભાઈ, પરિવાર તથા ફ્રેન્ડ્સે હિંમત આપી હતી. વીડિયોના અંતે મહિમાએ કહ્યું હતું કે તે હવે એકદમ ઠીક છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).