Home News અમદાવાદમાં પાર્કિંગની પારાયણ: 1.46 લાખ કેસ, લોકોએ દોઢ કરોડ દંડ ભર્યો,તોય સ્થિતી...

અમદાવાદમાં પાર્કિંગની પારાયણ: 1.46 લાખ કેસ, લોકોએ દોઢ કરોડ દંડ ભર્યો,તોય સ્થિતી ન સુધરી

Face Of Nation:અમદાવાદ હાઈકોર્ટના આદેશ પછી પોલીસ અને મ્યુનિ.ની સઘન ઝુંબેશ છતાં રોડ પર પાર્કિંગની સ્થિતિ પહેલાં હતી તેવી જ થઈ ગઈ છે. રોડ પર ગેરકાયદે પાર્કિંગ બદલ અમદાવાદીઓ સામે 2019માં અત્યાર સુધી 1.46 લાખ કેસ થયા છે અને 1.47 કરોડ દંડ પણ ચૂકવ્યો છે. રોડ પર આડેધડ પાર્કિંગની વકરતી જતી સમસ્યાને કારણે શહેરના બધા જ વિસ્તારોમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે અને લોકોના સમયનો પણ વ્યય થાય છે. હાલમાં ટ્રાફિક પોલીસ ગેરકાયદે પાર્કિંગ પેટે રૂ.100 થી 300 પેનલ્ટી વસૂલ કરે છે.

રોડ પર આડેધડ પાર્કિંગની સમસ્યા દંડ વસૂલવા છતાં ઉકેલાતી નથી. હવે પોલીસ આ રીતે પાર્ક થતાં વાહનોને ઈ-ચલણ આપવા વિચારી રહી છે. અત્યાર સુધી માત્ર ઈ-મેમો ટ્રાફિકના નિયમોનો ભંગ અર્થાત્ સિગ્નલ ભંગ અથવા સ્ટોપ લાઈનના કિસ્સામાં અપાય છે. પરંતુ હવે પાર્કિંગ માટે પણ ઈ-મેમો ઈશ્યૂ કરવાની ગતિવિધિ હાથ ધરાઈ છે. જો કે, આ પદ્ધતિનો અમલ કેવી રીતે કરાશે તે પણ એક સવાલ છે.