Face of Nation 06-12-2021: નાગાલેન્ડમાં ફાયરિંગ પર આજે ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ કે, શંકાસ્પદોની આશંકામાં ફાયરિંગ થયું છે. તેમણે કહ્યું કે, ભારત સરકાર નાગાલેન્ડની ઘટના પર અત્યંત દુખ વ્યક્ત કરે છે. મૃતકોના પરિવાર પ્રત્યે ઉંડી સંવેદના વ્યક્ત કરે છે. ગૃહમંત્રીએ લોકસભામાં કહ્યુ- નાગાલેન્ડની ઘટનાની વિસ્તૃત તપાસ માટે એક એસઆઈટીની રચના કરવામાં આવી છે, જેને એક મહિનાની અંદર તપાસ પૂરી કરવાનું કહ્યું છે.
અમિત શાહે કહ્યુ- તમામ એજન્સીઓને તે નક્કી કરવાનું કહેવામાં આવ્યું છે કે ભવિષ્યમાં વિદ્રોહીઓ વિરુદ્ધ અભિયાન ચલાવવા સમયે આવી કોઈ ઘટનાનું પુનરાવર્તન ન થાય.
મહત્વનું છે કે નાગાલેન્ડના મોન જિલ્લામાં 24 કલાકની અંદર એક નિષ્ફળ ઉગ્રવાદ વિરોધી અભિયાન અને જવાબી
હિંસામાં સુરક્ષા દળોની ગોળીબારીમાં ઓછામાં ઓછા 14 સામાન્ય નાગરિકો અને એક સૈનિકનું મોત થયુ છે.
Army has taken up investigation into the reasons behind this incident at the highest level, action will be taken as per the law. I immediately contacted the Governor and CM of the state after receiving the news of the incident. MHA also contacted the Chief Secretary & DGP: HM pic.twitter.com/4hyoDCRmcS
— ANI (@ANI) December 6, 2021
ગૃહમંત્રી અમિત શાહે નાગાલેન્ડમાં સુરક્ષા દળોના હાથે 16 નાગરિકોના મોતના સંબંધમાં નિવેદન આપ્યુ છે. શાહે લોકસભામાં કહ્યુ- ભારતીય સેનાને નાગાલેન્ડમાં તિરૂ ગામની પાસે ઉગ્રવાદીઓની અવર-જવરની સૂચના મળી હતી. તેના આધાર પર કમાન્ડો ટુકળીએ 4 ડિસેમ્બરની સાંજે એમ્બુશ લગાવ્યું હતું. આ દરમિયાન એક વાહન ત્યાંથી પસાર થયું. તેને રોકવાનો ઇશારો અને પ્રયાસ કરવામાં આવ્યો. રોકાવાની જગ્યાએ વાહન ઝડપથી આગળ નિકળવાનું પ્રયાસ કરવા લાગ્યો. આ આશંકા પર વાહનમાં શંકાસ્પદ વિદ્રોહી જઈ રહ્યા હતા, વાહન પર ગોળી ચલાવી જેનાથી વાહનમાં સવાર 8 વ્યક્તિઓમાંથી છના મોત થયા. બાદમાં આ ખોટી ઓળખનો મામલો સામે આવ્યો. જે બે લોકો ઈજાગ્રસ્ત થયા, તેને સેનાએ સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડ્યા હતા.
શાહે જણાવ્યુ, આ સમાચાર પ્રાપ્ત થયા બાદ સ્થાનીક ગ્રામીઓએ સેનાની ટુકડીની ઘેરી લીધી. બે વાહનોને સળગાવી દીધા અને તેના પર હુમલો કર્યો. તેના પરિણામસ્વરૂપ સુરક્ષા દળના એક જવાનનું મોત થયુ તથા અન્ય જવાન ઈજાગ્રસ્ત થયા હતા. પોતાની સુરક્ષા તથા ટોળાને વિખેરવા માટે સુરક્ષા દળોએ ગોળી ચલાવવી પડી જેમાં સાત નાગરિકોના મોત થયા અને અન્યને ઈજા થઈ હતી. તેમણે કહ્યું કે, હજુ સ્થિતિ તણાવપૂર્ણ છે પરંતુ નિયંત્રણમાં છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)