Face of Nation 01-12-2021: સંસદના શિયાળુ સત્રનો આજે ત્રીજો દિવસ છે. શરૂઆતના બે દિવસ ખુબ જ હંગામેદાર રહ્યા. સત્રના ત્રીજા દિવસે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા લોકસભામાં The Assisted Reproductive Technology Bill, 2020 રજુ કરશે. આ સાથે જ લોકસભામાં કોવિડ-19 મહામારી ઉપર પણ ચર્ચા થશે. સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ જાણકારી આપતા કહ્યું કે કોરોના મહામારી પર એક ટૂંકી ચર્ચા માટે સમય ફાળવવામાં આવ્યો છે. અત્રે જણાવવાનું કે મંગળવારે સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સદનમાં કહ્યું હતું કે દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો એક પણ કેસ નોંધાયો નથી અને સરકાર એ સુનિશ્ચિત કરવા માટે દરેક શક્ય પગલાં ભરી રહી છે કે તે દેશ સુધી ન પહોંચે.
હંગામાના પગલે નીચલા ગૃહ લોકસભાની કાર્યવાહી પણ 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરાયેલા વિપક્ષી સાંસદ સભ્યો સંસદમાં મહાત્મા ગાંધીની મૂર્તિ સામે ધરણા પર બેસી ગયા છે. રાજ્યસભાના 12 સાંસદના સસ્પેન્શનને લઈને વિપક્ષી નેતાઓએ સંસદમાં ગાંધી પ્રતિમા સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જેમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પણ સામેલ છે.
Opposition leaders protest at Mahatma Gandhi statue in Parliament premises demanding revocation of suspension of 12 Opposition MPs of Rajya Sabha pic.twitter.com/v9IVEGjzby
— ANI (@ANI) December 1, 2021
સદનની કાર્યવાહી શરૂ થતા જ બંને ગૃહોમાં હોબાળો થવા લાગ્યો. લોકસભામાં પ્રશ્નકાળ સમયમાં વિપક્ષી સાંસદો સસ્પેન્શન પાછું ખેંચોના નારા લગાવવા લાગ્યા હતા. રાજ્યસભામાં પણ વિપક્ષી સભ્યોનો હોબાળો ચાલુ રહ્યો. ત્યારબાદ સભાપતિ એમ વેંકૈયા નાયડુએ બપોરે 12 વાગ્યા સુધી સદનની કાર્યવાહી સ્થગિત કરી દીધી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)