Home Religion PK કોંગ્રેસને ‘મફત સલાહ’ આપતા ગયા; પ્રશાંત કિશોર કોંગ્રેસમાં સામેલ થશે નહીં,...

PK કોંગ્રેસને ‘મફત સલાહ’ આપતા ગયા; પ્રશાંત કિશોર કોંગ્રેસમાં સામેલ થશે નહીં, સુરેજવાલે કહ્યું-પ્રશાંત કિશોરે “ઠુકરાવી” કોંગ્રેસની ઓફર!

Face Of Nation 26-04-2022 : કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલે ટ્વિટ કર્યું છે કે કોંગ્રેસ અધ્યક્ષે એક એમ્પાવર્ડ એક્શન ગ્રુપ 2024ની રચના કરી છે અને પ્રાશાંત કિશોરને જવાબદારી આપતા ગ્રૂપમાં સામેલ કરવા માટે આમંત્રિત કર્યા છે. જોકે તેમણે આ માટે ના કહી છે. અમે તેમણે પાર્ટીને કરેલા સુચનો બદલ તેમના આભારી છે. તો બીજીતરફ પ્રશાંતે લખ્યું છે – મેં એમ્પાવર્ડ એક્શન ગ્રુપનો ભાગ બનવા, પાર્ટીમાં જોડાવાની અને ચૂંટણીની જવાબદારી લેવાની કોંગ્રેસની ઓફર ઠુકરાવી દીધી છે. મારા મતે પક્ષની આંતરિક સમસ્યાઓ ઉકેલવા માટે કોંગ્રેસને મારા કરતા વધુ નેતૃત્વ અને મજબૂત ઈચ્છાશક્તિની જરૂર છે.
6 કમિટીઓની રચના કરવામાં આવી છે
કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ સોમવારે કહ્યું હતું કે, એમ્પાવર્ડ એક્શન ગ્રૂપ નક્કી કરશે કે 2024ની લોકસભા ચૂંટણીમાં નીતિ શું હશે. 10 જનપથ ખાતે યોજાયેલી બેઠકમાં કોંગ્રેસે ભવિષ્યને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો, જે અંતર્ગત કોંગ્રેસ દ્વારા 6 નવી કમિટીઓની રચના કરવામાં આવી છે.આ તમામ 6 કમિટીઓના અલગ કન્વીનર તરીકે મલ્લિકાર્જુન ખડગે, સલમાન ખુર્શીદ, પી ચિદમ્બરમ, મુકુલ વાસનિક, ભૂપિન્દર સિંહ હુડ્ડા અને અમરિંદર સિંહ વારિંગ કામ કરશે.
કમિટીએ કિશોરની એન્ટ્રી અંગેનો રિપોર્ટ સોંપ્યો હતો
સોનિયા ગાંધીએ પ્રશાંતની રજૂઆત અને તેમના પક્ષમાં જોડાવા અંગે વિચારણા કરવા માટે કોંગ્રેસના નેતાઓની એક કમિટીની રચના કરી હતી. આ કમિટીએ પાર્ટી અધ્યક્ષ સોનિયાને રિપોર્ટ સુપરત કર્યો હતો. પ્રશાંત અંગે નિર્ણય લેવા માટે કમિટીના સભ્યો કેસી વેણુગોપાલ, દિગ્વિજય સિંહ, અંબિકા સોની, રણદીપ સુરજેવાલા, જયરામ રમેશ અને પ્રિયંકા ગાંધી વાડ્રા 10 જનપથ ગયા હતા. કમિટી એવું પણ ઇચ્છતી હતી કે પ્રશાંત પોતાને અન્ય તમામ રાજકીય પક્ષોથી દૂર રાખે અને પોતાને સંપૂર્ણપણે કોંગ્રેસમાં સમર્પિત કરે. પ્રશાંત કિશોરે સૂચવ્યું હતું કે કોંગ્રેસ, મમતા બેનર્જીની TMC અને કેસીઆરની TRS જેવી પ્રાદેશિક પાર્ટીઓ સાથે ગઠબંધન કરવું જોઈએ.
કોંગ્રેસને 600 પાનાનું પ્રેઝન્ટેશન પણ આપ્યું : પ્રશાંત
PKએ કોંગ્રેસને 600 પાનાનું પ્રેઝન્ટેશન પણ આપ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે સત્તામાં પાછા ફરવા માટે પાર્ટીએ શું કરવું પડશે. જો કે કોંગ્રેસના ઘણા દિગ્ગજોને પહેલેથી જ પ્રશાંતના સુચનોથી અવગણના હતી. તેઓ ખુદ હૈદરાબાદમાં તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆરના ઘરે 2 દિવસ રહ્યા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).