Home News કોરોનામાં નહોતો મળતો ખાટલો અને બાટલો, ‘સ્મશાનમાં લાઈનો લાગી હતી’ – પરસોત્તમ...

કોરોનામાં નહોતો મળતો ખાટલો અને બાટલો, ‘સ્મશાનમાં લાઈનો લાગી હતી’ – પરસોત્તમ રૂપાલા

Face Of Nation, 24-08-2021: કોરોનામાં નહોતો મળતો ખાટલો અને બાટલો. આ વાતનો સ્વીકાર કર્યો છે ખુદ કેંદ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ. અવસર હતો અમરેલીની શાંતાબા ગજેરા મેડિકલ કૉલેજમાં રૂપાલાના સન્માન કાર્યક્રમનો. આ પ્રસંગે રૂપાલાએ ભાજપના કાર્યકર મગનભાઈને કર્યા યાદ. જેમનું કોરોનાથી મૃત્યુ થયું હતું. રૂપાલાએ કહ્યું, મગનભાઈના અંતિમ સંસ્કાર તેમના ગામમાં કરવા પડ્યા હતા. કેમ કે, સ્મશાનમાં તો અગ્નિસંસ્કાર માટે લાઈન લાગી હતી. રૂપાલાએ કહ્યું કે અગ્નિસંસ્કારમાં જો લાઈન લાગતી હતી. તો સમજો કે દવા અને સારવાર માટે કેટલો સમય લાગ્યો હશે. રૂપાલાએ કોરોના વૉરિયરની કામગીરીને બિરદાવી. દર્દીના સગા-સંબંધીઓની માફી માગી હતી.

તો રૂપાલાએ કરેલા નિવેદન પર પ્રદેશ કૉંગ્રેસ આક્રમક બની છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ટ્વીટ કરી લખ્યુ કે, માફી નહીં, માનવ વધનો ખટલો ચલાવો. મહાણે લોખંડની ખાટલી ઓગળી તોય અહંકારી રાજની પાટલી તો ના જ પીગળી. કહેતા જાજો સરકારને કે જે કોરોના મહામારીમાં દવાખાને ખાટલા અને ઓક્સિજનનાં બાટલા પણ ના પહોંચાડી શકે. એને સત્તાના પાટલે બેસવાનો કોઈ અધિકાર નથી.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)