Face Of Nation, 05-11-2021: અરબી સમુદ્રમાં સક્રીય થયેલાં લો-પ્રેશરની અસરથી ગુજરાતમાં માવઠાની આગાહી છે.. 7થી 10 નવેમ્બર દરમિયાન રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છના દરિયાકાંઠા વિસ્તારોમાં માવઠું થશે, જયારે ઉત્તર-મધ્ય ગુજરાતમાં માવઠાની શક્યતા નહિવત છે. લો-પ્રેશરની અસરોથી આગામી બે દિવસોમાં રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યાં બાદ વાદળછાયું વાતાવરણ સર્જાવાની વકી હવામાન વિશેષજ્ઞે વ્યક્ત કરી છે.
ગુરુવારે શહેરમાં વહેલી સવારથી શરુ થયેલાં ઠંડા પવનોની અસરથી ઠંડીનો ચમકારો વર્તાયો છે. ઠંડા પવનોની અસરથી અમદાવાદનું મહત્તમ તાપમાન 34.3 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 17.9 ડિગ્રી નોંધાયું હતું. હવે આગામી ચારથી પાંચ દિવસો દરમિયાન અમદાવાદમાં વાદળિયું વાતાવરણ સર્જાવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
આ ઉપરાંત ગુજરાતમાં તહેવારોના સમયમાં આકરી ઠંડી પડશે. ઉત્તર-પૂર્વના પહાડી રાજ્યોમાંથી પવનો ફૂંકાતા ઠંડીનો ચમકારો અનુભવાશે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ, કચ્છના વિસ્તારોમાં ઠંડીનું જોર વધવાની આગાહી કરી છે. અત્યારે રાજ્યમાં ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જ્યારે દિવસ અને રાતના તાપમાનમાં લગભગ 10થી 12 ડિગ્રીનો તફાવત જોવા મળી રહ્યો છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)