Face of Nation 11-01-2022: દુનિયાભરમાં વધતાં કોરોના વાયરસ સંક્રમણ વચ્ચે હવે વિદેશથી ભારત આવનારા તમામ મુસાફરો માટે મંગળવારથી નવા નિયમ લાગુ થઈ ગયા છે. ભારતે આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે સાત દિવસ ઘરે જ ક્વોરન્ટીનમાં રહેવાનું અને આઠમા દિવસે આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવું અનિવાર્ય કરી નાખ્યું છે. કોરોના વાયરસનો ઓમિક્રોન વેરિઅન્ટ ઝડપથી ફેલાતો હોવાથી આંતરરાષ્ટ્રીય મુસાફરો પરના નિયંત્રણો વધારતા આ સંદર્ભમાં સંશોધિત ગાઇડલાઇન જારી કરવામાં આવી છે.
જારી ગાઇડલાઇન 11 જાન્યુઆરી એટલે કે, આજથી અમલમાં આવશે અને આવતા સરકારી આદેશ સુધી અમલમાં રહેશે. વર્તમાન નિયમો મુજબ, જોખમ ધરાવતા દેશોમાંથી આવતા મુસાફરોએ અરાઇવલ બાદ કોવિડ ટેસ્ટ માટે તેમના નમૂનાઓ આપવા પડશે અને તેમને એરપોર્ટમાંથી બહાર નીકળવા માટે અથવા આગામી ફ્લાઇટમાં બેસવા માટે ટેસ્ટના પરિણામોની રાહ જોવી પડશે. જે લોકોના ટેસ્ટમાં સંક્રમણ હોવાનું માલૂમ પડશે, તેમને ક્વોરેન્ટાઇન સેન્ટરમાં મોકલવામાં આવશે.
ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવે તો તેમને સાત દિવસ હોમ ક્વોરન્ટીનમાં રહેવું પડશે અને આઠમા દિવસે આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવો પડશે. આઠમા દિવસે કરવામાં આવેલ ટેસ્ટનું રિઝલ્ટ એર સુવિધા પોર્ટલ (સંબંધિત રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા દેખરેખ માટે) પર અપલોડ કરવાનું રહેશે. ટેસ્ટની રિપોર્ટ નેગેટિવ આવે તો તેમને આગામી સાત દિવસો સુધી પોતાના સ્વાસ્થ્યની સંભાળ લેવી પડશે.
બિન-જોખમી દેશોથી આવતા મુસાફરોએ ઘરે સાત દિવસ ક્વોરન્ટીન રહેવું ફરજિયાત છે અને જોખમવાળા દેશોથી આવતા યાત્રીઓ જેનું પાલન કરે છે એ અન્ય દરેક પ્રોટોકોલને ફોલો કરવાનું રહેશે. જોખમ ધરાવતા દેશોમાં બ્રિટન, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, બોત્સ્વાના, ચીન, ઘાના, મોરેશિયસ, ન્યુઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, તાન્ઝાનિયા, હોંગકોંગ, ઇઝરાયલ, કોંગો, ઇથીયોપિયા, કઝાકિસ્તાન, કેન્યા, નાઇજીરીયા, ટ્યુનિશિયા અને ઝામ્બિયાનો સમાવેશ થાય છે. આ દેશોમાંથી આવતા પેસેન્જર્સને એરપોર્ટ પર ઉતર્યા બાદ ટેસ્ટ કરાવવો પડશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).