Home News પ્લેનમાં કોવિડ પ્રોટોકોલ અંગે કોર્ટની ટકોર; દિલ્હી હાઈકોર્ટે કહ્યું- યાત્રીઓ નિયમ ન...

પ્લેનમાં કોવિડ પ્રોટોકોલ અંગે કોર્ટની ટકોર; દિલ્હી હાઈકોર્ટે કહ્યું- યાત્રીઓ નિયમ ન અનુસરે તો બહાર કાઢો; દંડ ફટકારો અને નો ફ્લાય લિસ્ટમાં રાખો!

Face Of Nation 03-06-2022 : દિલ્હી હાઈકોર્ટે એરપોર્ટ અને ફ્લાઈટમાં કોવિડ પ્રોટોકોલનું કડક પાલન કરવાનો આદેશ આપ્યો છે. કાર્યવાહક ચીફ જસ્ટિસ વિપિન સાંઘીની બેન્ચે કહ્યું કે જે લોકો એરપોર્ટ અને એરક્રાફ્ટમાં માસ્ક નથી પહેરતા તેમને ભારે દંડ થવો જોઈએ. બેન્ચે કહ્યું કે નિયમોનું પાલન કરવું જોઈએ. જો કોઈ વ્યક્તિ નિયમોનું પાલન ન કરે તો તેને એરપોર્ટ કે પ્લેનમાંથી બહાર ફેંકી દેવી જોઈએ. તો બીજીતરફ હવાઈ ​​મુસાફરી દરમિયાન કોવિડ નિયમોના ઉલ્લંઘન માટે દિલ્હી હાઈકોર્ટમાં PIL દાખલ કરાઈ હતી, ત્યારપછી કોર્ટે નિયમોનું કડક પાલન કરવાનો આદેશ જાહેર કર્યો છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને (DGCA) કોર્ટને જણાવ્યું કે વિમાનમાં ખોરાક લેતી વખતે જ માસ્ક ઉતારવાની છૂટ અપાઈ છે.
હાઈકોર્ટે કહ્યું, ગાઈડલાઈન બહાર પાડો
કોર્ટે વધુમાં કહ્યું કે એરલાઈન્સ કડક નિયમોનું પાલન થાય એની કાળજી રાખે. એટલું જ નહીં DGCAને અલગ એક ગાઈડલાઈન પણ બહાર પાડવા કહ્યું છે. જેમાં સ્ટાફ અને કેપ્ટન, પાયલટ્સ માટે પણ નિયમો રાખવા જોઈએ. તેવામાં જે પેસેન્જરો કોઈપણ નિયમનું ઉલ્લંઘન કરે તો યાત્રિઓને નો ફ્લાય ઝોનમાં રાખી દેવો જોઈએ.
કોર્ટે કહ્યું- કોવિડ રિસ્ક ઓછું કરવાના પગલાં
ફ્લાઈટ્સ અને એરપોર્ટ પર કોવિડ ગાઈડલાઈનના ઉલ્લંઘન અંગે PIL દાખલ કરાઈ હતી. જેના જવાબમાં કોર્ટે આદેશ આપ્યો છે. ACJ વિપિન સાંઘીએ કહ્યું કે, આ આદેશ પાછળનું કારણ કોવિડનું રિસ્ક ઓછું કરવાનું છે. તેણે વધુમાં કહ્યું કે યાત્રીઓ માત્ર ફ્લાઈટમાં જમતી વખતે જ માસ્ક ઉતારી શકશે. ત્યારપછી માસ્ક ફરજિયાત છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).