Home Politics ચૂંટણી આવતાં જ પાટીદાર “ફેક્ટર” ફરી સક્રિય થયું? ‘આનંદીબેન સરકારે કેસ કર્યા...

ચૂંટણી આવતાં જ પાટીદાર “ફેક્ટર” ફરી સક્રિય થયું? ‘આનંદીબેન સરકારે કેસ કર્યા ને ભૂપેન્દ્ર પટેલ સરકારે કેસ પાછા ખેંચ્યા’

Face Of Nation 21-03-2022 : 2015માં ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન સળગ્યું હતું ત્યારે આનંદીબેન પટેલની સરકાર હતી. તે સમયે પાટીદાર અનામત આંદોલનમાં ટોટલ 900 કેસ નોંધાયા હતાં. જેમાં 485 કેસ શરૂઆતમાં ટકવાપાત્ર ન હોવાથી નીકળી ગયાં હતાં. બાદમાં સરકારે 235 કેસની યાદી તૈયાર કરી હતી. અત્યાર સુધીમાં 48 કેસ પરત ખેંચ્યા છે હવે 187 કેસ પેન્ડિંગ છે. યોગાનુયોગે હવે કેસો પાછા ખેંચાઈ રહ્યા છે ત્યારે પણ ભૂપેન્દ્ર પટેલની જ સરકાર છે.
બીજા ઘણા કેસ પાછા ખેંચાવાના છે તે નક્કી છે
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તેનો વધુ એક પ્રબળ સંકેત મળ્યો છે. 2015ના પાટીદાર અનામત આંદોલન અને તેની હિંસા દરમિયાન હાર્દિક પટેલ તથા અન્ય પાટીદારો પર કરાયેલા કેસો ગુજરાતની વર્તમાન ભાજપ સરકારે પાછા ખેંચ્યા છે. હજી પણ બીજા ઘણા કેસ પાછા ખેંચાવાના છે તે નક્કી છે. ગત 2017ની વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર સમાજના ભભૂકતા રોષથી દાઝેલા ભાજપે ફરી એકવાર પાટીદારોનો સાથ મજબૂત કરવાના પ્રયત્નો શરૂ કરી દીધા છે.
ચૂંટણી આવતાં જ પાટીદાર ફેક્ટર ફરી સક્રિય થયું
ગુજરાતમાં ભાજપે ચૂંટણી આડે માંડ એક વર્ષ બાકી હતું ત્યાં જ પાટીદારને મુખ્યમંત્રીપદ સોંપી દીધું. જયારે 2015માં પાટીદાર મુખ્યમંત્રી આનંદીબેન પટેલના શાસનમાં પાટીદાર આંદોલન દરમિયાન પાટીદાર આગેવાનો સામે અસંખ્ય કેસો નોંધાયા હતા, તે પછી વિજય રૂપાણી સરકારમાં પાટીદારો સામેના કેટલાક કેસ પાછા ખેંચવામાં આવ્યા હતા. હજી પણ 100થી વધુ કેસ પાછા ખેંચવાના બાકી હતા. આ મામલે પાટીદાર સાંસદોથી માંડીને પાટીદાર આગેવાનોએ અનેક રજૂઆતો કરી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).