Home Politics દિલીપ સંઘાણીનો નરેશ પટેલ પર કટાક્ષ!, ‘સમાજ ક્યારેય કંઈ કહેવા આવતો નથી’

દિલીપ સંઘાણીનો નરેશ પટેલ પર કટાક્ષ!, ‘સમાજ ક્યારેય કંઈ કહેવા આવતો નથી’

Face Of Nation 17-03-2022 : ખોડલધામ નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશ કરે તે પૂર્વે જ રાજકારણ ગરમાયું છે. ખુદ લેઉવા પટેલ સમાજના અગ્રણી અને સહકારી આગેવાન તેમજ ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ મહત્વનું નિવેદન આપ્યું છે. મીડિયા સાથેની વાતચીતમાં દિલીપ સંઘાણીએ નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશની અટકળો અંગે ટિપ્પણી કરતા જણાવ્યું છે કે, નરેશ પટેલ વારંવાર કહે છે કે, ‘સમાજ કહેશે તો હું રાજકારણમાં પ્રવેશ કરીશ. પરંતુ હું નરેશ પટેલને પૂછવા માગું છું કે, સમાજ એટલે કોણ? લેઉવા પટેલ સમાજની સૌથી જૂની સંસ્થાનો પ્રમુખ હું છું મારી સાથે હજુ સુધી ક્યારેય પણ નરેશભાઈ પટેલ રાજકારણમાં પ્રવેશ આપે કે તે અંગે વાતચીત નથી કરી. જો નરેશભાઈ પટેલ મારી સાથે રાજકારણમાં પ્રવેશ કરવો કે કેમ તે અંગે ચર્ચા કરશે તો હું તેમને જરૂર જણાવીશ.’
હાર્દિક અંગે શું જણાવ્યુ?
લેઉવા પટેલ સમાજમાં ખોડલધામના પ્રમુખ તરીકે નરેશભાઈનું ખૂબજ અદકેરું સ્થાન છે. હું પણ તેમને માન આપું છું. સમાજના નામે જે પ્રમાણે હાર્દિક પટેલે રાજકારણ કર્યું તે કિસ્સો સૌ કોઈ જાણે છે. સમાજના નામે આગળ આવેલા હાર્દિક પટેલની હાલ રાજકારણમાં શું સ્થિતિ છે તે પણ સૌ કોઈ જાણે છે. આમ, આડકતરી રીતે દિલીપ સંઘાણીએ નરેશ પટેલના રાજકીય ભવિષ્ય અંગે સૂચક નિવેદન હાર્દિક પટેલ સાથેની સરખામણી કરતું આપ્યું છે.
‘મારી સાથે ચર્ચા કરશે તો હું જણાવીશ’
નરેશ પટેલ સતત નિવેદન આપતા આવી રહ્યા છે કે, સમાજ કહેશે તો હું રાજકારણમાં જોડાઇશ. ત્યારે પૂછવા માગું છું કે, ‘નરેશ પટેલના મતે સમાજ કોણ? કારણકે લેઉવા પાટીદાર સમાજની સૌથી જુની સંસ્થાના પ્રમુખ તરીકે હું હાલ કાર્યરત છું. ત્યારે અત્યાર સુધીમાં રાજકારણમાં પ્રવેશ કરવો કે કેમ તે બાબતે એક પણ વાર નરેશભાઇ પટેલે મારી સાથે વાતચીત નથી કરી. ત્યારે આગામી દિવસોમાં જો નરેશ પટેલ મારી સાથે રાજકારણમાં પ્રવેશ કરવો કે કેમ તે અંગે ચર્ચા કરશે તો હું તેમને જરૂર મારી લાગણી જણાવીશ.’ (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).