Home Sports પત્નીઓની દેખરેખમાં પાક. ક્રિકેટર; 2012માં ભારત પ્રવાસ દરમિયાન પત્નીઓને “જાસૂસ” તરીકે મોકલી;...

પત્નીઓની દેખરેખમાં પાક. ક્રિકેટર; 2012માં ભારત પ્રવાસ દરમિયાન પત્નીઓને “જાસૂસ” તરીકે મોકલી; જેથી ખેલાડીઓનું “મન ના ભટકે”!

Face Of Nation 15-04-2022 : પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પૂર્વ પ્રમુખ ઝકા અશરફે અત્યારે ટીમ અંગે મોટો ઘટસ્ફોટ કર્યો છે. તેણે કહ્યું છે કે 2012ની દ્વિપક્ષીય સિરીઝ દરમિયાન પાકિસ્તાની ખેલાડીઓના ભારતમાં રહેવા પર શંકા હતી. એટલા માટે તેણે દરેક ખેલાડીની સાથે પત્નીને પણ ત્યાં મોકલવાની વ્યવસ્થા કરી હતી. ભારત-પાકિસ્તાન વચ્ચે આ છેલ્લી દ્વિપક્ષીય સિરીઝ હતી. અશરફે વધુમાં જણાવ્યું હતું કે, આ નિર્ણય કોઈપણ સંભવિત દુર્ઘટનાને ટાળવા માટે લેવામાં આવ્યો હતો.
ખેલાડીનું મન ના ભટકે એના માટે પત્નીઓ સાથે ગઈ
અશરફે વધુમાં જણાવ્યું છે કે જ્યારે પણ પાકિસ્તાનની ટીમ ભારતના પ્રવાસે જતી ત્યારે અમારા ખેલાડીઓની છબી ખરાબ કરવાનો પ્રયાસ થઈ રહ્યો હતો. તેનાથી સમગ્ર પાકિસ્તાનની બદનામી થઈ શકે એમ છે. આવી સ્થિતિમાં કોઈપણ આશંકાને સંપૂર્ણપણે દૂર કરવા માટે, પત્નીઓને જાસૂસ તરીકે મોકલવામાં આવી હતી. અશરફે આરોપ લગાવ્યો કે, પાકિસ્તાની ટીમ 2012-13માં 3 ODI અને બે T20 મેચ રમવા માટે ભારત આવી હતી. પાકિસ્તાનની આતંકવાદી ગતિવિધિઓને કારણે તે પ્રવાસ પછી બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય ક્રિકેટ સંબંધો પુનઃસ્થાપિત થઈ શક્યા નથી.
વાંધાજનક તસવીરો વાઈરલ થવાનો ડર
વાસ્તવમાં આની પહેલા પણ પાકિસ્તાનના ભારત પ્રવાસ દરમિયાન શોએબ અખ્તર સહિત અન્ય ખેલાડીઓની તસવીરો અને વીડિયો વાઈરલ થતા રહ્યા છે. આવી સ્થિતિમાં અશરફને ડર હતો કે જો ભારતીય મીડિયાના હાથમાં કંઈક આવી ગયું તો તે PCB અને પાકિસ્તાનની છબીને મોટું નુકસાન પહોંચાડી શકે છે. અશરફની પહેલ પર એવું નક્કી કરવામાં આવ્યું હતું કે, ખેલાડીઓની નિયત અને ક્રિયા પર નજર રાખવા માટે તેમની પત્નીઓ તેમની સાથે જ રહેશે.
ભારત અને પાક. વચ્ચે સિરીઝ રમાઈ શકે
તેવામાં T20 સિરીઝ ડ્રોમાં સમાપ્ત થઈ જ્યારે પાકિસ્તાનની ટીમે ODI સિરીઝ જીતી લીધી હતી. અશરફે વધુમાં કહ્યું કે, BCCIએ પાકિસ્તાનમાં સિરીઝ રમવાનું વચન આપ્યું હતું, જેમાં ભારતે પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો હતો, પરંતુ પછી રદ થયો હતો. અશરફે કહ્યું, આપણે હંમેશા ક્રિકેટને લઈને ભારત સરકાર સાથે સંબંધો પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરવો જોઈએ. અત્યારે અમને સૌથી મોટો ફાયદો એ છે કે, જનરલ બાજવા હાલમાં આ પદ પર છે અને તેઓ પોતે પાકિસ્તાન ક્રિકેટને સમૃદ્ધ જોવા માંગે છે. અશરફના કહેવા પ્રમાણે, BCCIના તત્કાલીન પ્રમુખ એન. શ્રીનિવાસને તેમને ભારત બોલાવ્યા હતા અને સંપૂર્ણ સુરક્ષા સાથે સિરીઝ યોજવા માટે સંમત થયા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).